પૃષ્ઠ:Akbar.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮
અકબર


નમતી પણ આપી નહિ. કબર ગુજરાત ઉપરની બીજી સવારીમાં હતો ત્યારે આ રાજા મરણ પામ્યો. તેના પુત્ર અને પ્રથમ ઉત્તરાધિકારિને અમીરોએ મારી નાંખ્યો અને આ લોકો જે આખા દરબારની અપેક્ષાએ એક નાના પણ મજબૂત વિભાગ માત્ર હતા તેમણે નાના ભાઈ દાઉદખાંને ગાદીએ બેસાડ્યો. પણ દાઉદ ફક્ત એશઆરામનીજ દરકાર રાખનાર માણસ હતો અને એ ગાદીએ આવ્યો તેથી લોદી વંશના એક સમર્થ અમીરે બીહારના શાહઆબાદ જીલ્લામાં આવેલા રોહતાસગઢ આગળ પોતાનો વાવટો ફરકાવ્યો અને સ્વતંત્રતા ધારણ કરી. પણ આ બે જણ વચ્ચે તરતજ સલાહ થઈ ગઈ. અને દાઉદે આનો તથા લોદી સરદારે પોતાના ઉપર મૂકેલા વિશ્વાસનો લાભ લઈને લોદીને પકડાવ્યો અને મારી નંખાવ્યો. કબરે જૌનપુરના મુગલ સૂબાને બીહારના મામલા ઉપર નજર રાખવાની તથા વખત જોઇને કામ લેવાની સૂચના આપી મૂકી હતી તેથી ઉપરના સમાચાર મળ્યા કે તરતજ તેણે કર્મણાસા ઓળંગી અને ત્યાં મુગલ લોકો સાથે રણભૂમિમાં ભેટ થવા ઉપર ભરૂંસો ન રાખતાં દાઉદ ભરાઈ પેઠો હતો તે સ્થળે એટલે પટણાના કિલ્લાવાળા શહેર આગર આવી પહોંચ્યો. કબર ગુજરાતમાંથી પાછો ફર્યો ત્યાર પછી તરતજ ઉપર પ્રમાણે અવસ્થા થઈ રહી હતી. આ સવારી પોતેજ દોરવી એવી ઇચ્છાથી પોતાના સહાયકને પોતે આવી પહોંચે ત્યાં સુધી આગળ કામ બંધ રાખવાનો હુકમ આપ્યો અને ઉપર લખેલ અજમેરની મુલાકાત જલદીથી લઈને એક લશ્કરની સાથે જળમાર્ગે અલ્લાહાબાદ ગયો. ત્યાં મુકામ ન કર્યો. પણ એમને એમ તરી રસ્તેજ સુસાફરી ચાલુ રાખી. બનારસ ગયો–ત્યાં પણ ત્રણ જ દિવસ થોભ્યો અને વળી પાછો વહાણમાં બેસીને ગોમતી અને ગંગાના સંગમ આગળ પહોંચ્યો. ત્યાંથી સહાયક અમલદાર તરફના સમાચાર આવતાં સુધી પોતે ગોમતીને સ્હામે વેણે જૌનપુરનો રસ્તો લીધો.

ત્યાં જતાં રસ્તામાં પોતાના સહાયકનો પત્ર મળ્યો. જેમાં જેમ બને તેમ ઉતાવળથી આવવાની જરૂર બતાવી હતી. જુવાન શાહજાદાઓને તથા બેગમોને જૌનપુર તરફજ લઈ જવાની વહાણવટીઓને આજ્ઞા આપી પોતે