પૃષ્ઠ:Akbar.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૯
રાજ્યનો ઇતિહાસ


પાછો ફર્યો અને ત્યાં પોતાનું લશ્કર પડ્યું હતું તે ઠેકાણે આવ્યો. તેમને હોડીઓની સાથે સાથેજ કીનારા ઉપર કુચ કરવાનો હુકમ આપીને ચૌસા જે જગ્યા વાંચનારને યાદ હોય તો–હુંમાયૂંના શેરશાહને હાથે થયેલા પરાભવથી પ્રખ્યાત થઈ હતી–ત્યાં આવ્યો. અહીંયાં કબરને એવી મતલબનો કાગળ મળ્યો કે દુશ્મને પટનામાંથી એકદમ નીકળીને આપણા ઉપર તુટી પડ્યાથી આપણને–બહુ નુકશાન થયું છે. તેથી કબર હજી જળ માર્ગેજ ઝડપથી વધ્યે ગયો અને સાતમે દિવસે પટણે–પોતાના લશ્કરને મળ્યો.

બીજે દિવસે યુદ્ધ મંત્રીઓની સભા મેળવી. આમાં એણે પોતાનો અભિપ્રાય જણાવ્યો કે કિલ્લા ઉપર ધમાલ કરવા પહેલાં આપણે પટણાની સામી બાજુએ ગંડક અને ગંગાના સંગમ ઉપર આવેલા હાજીપૂરનો કબજો કરવો એ વધારે ઉચિત છે. આ ક્રમ અમલમાં મૂકાયો અને હાજીપૂર બીજેજ દિવસે પડ્યું. આ વિજયથી અને ઉપરોધક સૈન્યના દેખીતા બળથી દાઉદ એટલો તો બ્હીનોને કે તેજ રાત્રે તેણે પટના ખાલી કર્યું અને પુન પુનઃ સોંસરો ફતવા આગળ જ્યાં ગંગાનો ને તેનો સંગમ થાય છે ત્યાં નાઠો. બીજે દિવસે પ્રભાતમાં કબર વાજતે ગાજતે શહેરમાં દાખલ થયો પણ દાઉદને કેદ કરવાને આતુર હોવાથી ત્યાં ફક્ત ચારજ દિવસ રોકાયો. પછી પોતાના અમલદારને લશ્કરની સરદારી સોંપીને પોતે તેજી ઘોડાવાળી એક ઘોડેસ્વાર ટુકડીની સાથે દુશ્મનની પુંઠે પડ્યો. ઘોડા ઉપર પુન પુન તરીને એ ત્વરાથી દાઉદના અનુચરોની પૂંઠે પડ્યો અને એક પછી એક દરીઆપુર આગળ ગણતરી કરી તે પ્રમાણે પાંસઠ હાથી પકડ્યા. દરીઆપુર આગળ વિશ્રામ લઈ પોતાના બે અમલદારોને આ કેડો શરૂ રાખવાનો હુકમ આપ્યો. ચૌદ માઈલ સુધી દડમજલ ચાલ્યા પછી તેમને એમ નક્કી થયું કે દાઉદે જુદો રસ્તો લીધો છે એટલે તેઓ પાછા ફર્યા.

પટણાની જીતથી કબરને બીહાર મળ્યું. પછી ત્યાં અગાડી આ મુલકના રાજ્યનો બંદોબસ્ત કરવા માટે એ દરીયાપુર આગળ છ દિવસ રાકાયો અને જે વિજયી અમલદારે આ સવારીની યોજના કરી હતી, તેને મુખ્ય અધિકાર ઉપર નીમી બાકીની ગોઠવણ કરી લેવાનું એને સોંપી પોતે