પૃષ્ઠ:Akbar.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨
અકબર


અને બે વરસ પછી મુગલ સરદારે એને એક મોટી લડાઈમાં હરાવ્યો. એને કેદ કરવામાં આવ્યો અને એના આ રાજદ્રોહની શિક્ષા તરીકે રણભૂમિ ઉપરજ એનું માથું ધડથી વેગળું કર્યું. તોપણ થોડા વખત સુધી બંગાળા અને ઓરીસા ઉપર મુગલ કારભારીઓને બારીક તપાસ રાખવાની અને ત્વરિત પગલાં ભરવાની જરૂર પડી.

આ વર્ષની એક બીજી અગત્યની બીના ફતેહપુર સીક્રીમાં બાદશાહે એક ઇબાદતખાનું એટલે વિદ્વાન, શક્તિવાન અને વિદ્યા રસિક માણસોને મળવાને માટે એક મહેલ બંધાવ્યાની હતી. આ મહેલને ચાર દિવાનખાનાં હતાં. પશ્ચિમ તરફનું સૈયદોને એટલે પેગંબરના વંશજોને વાપરવાનું હતું. દક્ષિણ તરફનું વિદ્વાનો એટલે જેમણે અભ્યાસ કરીને જ્ઞાન મેળવ્યું હતું તેમને માટે, ઉત્તર તરફનું ડહાપણ અને ઈશ્વરી પ્રેરણાથી પૂજ્ય ગણાય તેવા બક્ષીસ વાળા માણસોને માટે, પૂર્વનું દીવાનખાનું જે દરબારી અમીર ઉમરાવો તથા અમલદારોને આમાંના કોઈ વિષયમાં રસ પડતો હોય તેમને માટે હતું. જ્યારે આ મકાન પૂરૂં થયું ત્યારે બાદશાહે દર શુક્રવારે ત્યાં જવાનો તથા આ દીવાનખાનાઓમાં રહેનાર સાથે જઈ વાતચીત કરવાનો રીવાજ પાડ્યો. દરેક દીવાનખાનામાં વસનારાઓ પોતાનામાંના એક જણને બાદશાહના લક્ષને તથા ઔદાર્યને સર્વથી વધારે યોગ્ય ગણે તેને બાદશાહની પાસે રજુ કરતા. આ મુલાકાતોને પ્રસંગે પુષ્કળ બક્ષીસો વહેંચાતી અને કોઈ અતિથિ કવચિત્‌જ ખાલી હાથે જતો. આ મકાન આ વર્ષના અંતમાં પૂરૂં થયું.

તે પછીના વર્ષમાં રજપૂતાનામાં ગડબડ ઉભી થઈ આ નામથી ઓળખાતી હદમાં આવેલા બધા રાજાઓમાંથી માત્ર મેવાડના રાણાએ કબર સાથે વિવાહ સંબંધ બાંધવાની ના કહી હતી. પોતે અમર દેવતાઓના વંશનો છે એમ માની આ સંબંધ બાંધવો એ એને બહુ હલકું કામ લાગ્યું. હજી તો પોતાને ટકવાનાજ વાંધા હતા તેવામાં તેણે વેવીશાળની ના કહી. જોધપુરનો રજપૂત રાજા જેને એ બહુ ધિઃકારતો તે આ સંબંધ બાંધ્યાથીજ પુષ્કળ મહેસુલ આપતા ચાર પ્રાંતો મેળવી બહુ આબાદ થયો છે એમ જોયું તોપણ તેણે ના કહી. કબરની સત્તાની અવગણના