પૃષ્ઠ:Akbar.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૩
રાજ્યનો ઇતિહાસ


કરી તેણે હઠ પકડી સને ૧પ૬૮ માં મેવાડના રાણા દયસિંહે પોતાની રાજધાની ખોઈ અને રાજપીંપળાના જંગલમાં નાસી જઈ ત્યાં ૧૫૭૨ માં દેહ છોડ્યો.

એના પુત્ર પ્રતાપસિંહે પોતાના પિતાની બધી જક અને પ્રતાપી પિતામહ રાણાસંગના ઘણાખરા ઉમદા ગુણો અને વારસામાંજ મેળવ્યા હતા. તે રાજધાની વિનાનો, સંપત્તિ વિનાનો હતો; તેનાં સગાવ્હાલાં તેમજ નાતજાતના માણસો એના કુટુંબના આવા દુર્ભાગ્યથી નિરુત્સાહ થઈ ગયેલા હતા. તોપણ મુસલમાનની સાથે સંબંધ કરવાની બાબતમાં એણે ના કહી તેથી તે બધા તેના ઉપર સદ્ભાવ રાખતા હતા. આ સ્થિતિમાં પ્રતાપસિંહે અરવલ્લી પર્વતામાં આવેલા કમ્બલમીર આગળ પોતાની સ્થાપના કરી, અને ફરીથી લડાઈ કરવાના હેતુથી તે દેશમાં વ્યવસ્થા કરવાનો પ્રયાસ કર્યો. કબર ૧૫૭૬–૭૭ માં વાર્ષિક મુલાકાતે અજમેર ગયો હતો, તેવામાં પ્રતાપની આ યોજનાના સમાચાર કબરને કાને પહોંચ્યા હોય એમ જણાય છે. તેણે તરતજ પોતાના વિશ્વાસુ રજપૂત સરદાર જયપુરવાળા ગુજરાતમાં પાંચ હજાર ઘોડેસ્વારોની સામે પોતાની બાજુએ લડનારા માનસિંહને તેની સ્હામે મોકલ્યો. બે સૈન્યોનો હલદી ઘાટ આગળ ભેટો થયો. લડાઈ થઈ તેમાં રાણાએ કટ્ટી હાર ખાધી અને તેને જ્યારે એમ લાગ્યું કે બાજી હાથથી ગઈ ત્યારે અરવલ્લીના ડુંગરોમાં ભરાયો. એને કોઈ પણ તરેહની મદદ મળતી અટકાવવા સારૂ કબરે એક નાનું સૈન્ય એની પાછળ મોકલ્યું. આ સૈન્યને એવી સૂચના હતી કે આગળ જતાં દેશને ઉજડ કરતા જવું. કબર પંડે મેવાડમાં દાખલ થયો અને એની રાજ્યવ્યવસ્થા નક્કી કરી અને પાછો માળવા તરફ ચાલ્યો. ત્યાંની પશ્ચિમ સરહદ ઉપર પડાવ નાંખીને બુરાનપુરની આસપાસના મુલકના રાજ્યની વ્યવસ્થા કરી અને ગુજરાતની વ્યવસ્થામાં સુધારા કર્યો. આ કામમાં એણે ૧૫૭૭–અને ૭૮ એ બે વર્ષો ગાળ્યાં. પછી તે પંજાબ તરફ ઉપડ્યો.

પંજાબ જતાં હિંદુસ્તાનમાં હાલ જે લોકો સર્વોપરિ સત્તા ચલાવે છે તેમના મનને સારો લાગે એવો એક એક સંજોગ બન્યો. એ દિલ્હી પહોંચ્યો