પૃષ્ઠ:Akhegita.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ત્રિગુણ થઇ ચોવીશ રૂપેં, તેહનો ભેદ કહૂં કથી;
જ્યમ જલ જમાય[૧] શીતયોગે, તેહને જડતા પ્રગટે માહેંથી, ૫

સત્ત્વ રજ તમ રૂપે થઇ માયા, પછે એકેએકના બહુ થયા;
પંચભૂત ને પંચમાત્રા[૨], તામસના નિપજી રહ્યા. ૬

રાજસનાં ઇંદ્રિ દશે, અને દશે તેના દેવતા;
ઇંદ્રિયે ઇંદ્રિયે તે વશ્યા, આપ આપણું સ્થલ સેવતા. ૭

મન બુધ્ધિ ચિત્ત અહંકાર જે, તે સત્ત્વગુણ્થી ઉપના;
એ સૃષ્ટિનાં ચિવિશ કારણ, માયા-સમલિત[૩] રૂપના. ૮

પ્રકૃતિ તે પંચવીશમી, પરિવાર સર્વ તેહેનો કહ્યો;
પણ છવીશમો પરમાતમા, તે યથારથ જ્યમ-ત્યમ [૪] રહ્યો ૯

કહે અખો સહુ કો સુણો, એ કહ્યું છે ધીમંતને[૫];
એ સમઝે તો કામ સરે નરનું, જો સેવો હરિ-ગુરુ-સંતને. ૧૦


કડવું ૮ મું - માયાથી ઉત્પત્તિ ને નાશ

રાગ ધન્યાશ્રી

એણે [૬] અનુક્રમેં જગતનેં જાણીયેંજી, ત્રણ ભુવનમાંહેમાયાપ્રમાણીયેંજી [૭],
સ્થૂલસૂક્ષ્મજેકહ્યુંજાય વાણીયેંજી, તેટલું સર્વે માયા વખાણીયેંજી. ૧

પૂર્વછાયા

માયા વખાણીએ માટ એણે, દૃષ્ટય પદારથ જેટલો;
દૃષ્ટય પદારથ જે જે કહાવે, પાછો વણસશે[૮] તેટલો. ૧

ઉપન્યું એ અળપાય [૯] નિશ્ચે, બ્રહ્મા-આદે[૧૦] કીટ[૧૧] જે;


  1. જામી જાય
  2. શબદાદિ પાંચ તન્માત્રા
  3. માયાથી મળેલા
  4. જેમનો તેમ - સર્વદા એકરૂપ
  5. બુધ્ધિમાનને
  6. આવે
  7. નક્કી કરીએ
  8. નાશ પામશે
  9. નાશ પામે
  10. બ્રહ્માથી માંડીને
  11. બ્રહ્માથી માંડીને કીડા સુધી