પૃષ્ઠ:Akhegita.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કડવું ૯ મું - વૈરાગ્યાર્ત્તિ તીવ્રતાનું રૂપ

રાગ ધન્યાશ્રી

નરને ઉપજે દૃઢ વૈરાગજી, આરત[૧] કેરી મનવિષે આગજી[૨];
તેહેના ટળે દ્વેષ ને રાગજી, નહી આતુરતા કહેવા લાગજી. ૧

પૂર્વછાયા

આતુરતા મન અતિઘણી, જેમ મીન વિછડ્યું [૩] નીરથી,

અજ્ઞાન શિંચાણો[૪] લેઇ ચઢ્યો, તેણે દૂર નાખ્યું તીરથી. ૧

  1. પરમાત્માની શીઘ્ર પ્રાપ્તિની ઇચ્છા
  2. અગ્નિ
  3. જુદું પડ્યું
  4. સકરો