પૃષ્ઠ:Akhegita.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વેંધું[૧] મન રહે તેહનું, શીથલ સંસારી કામ. ૭

નવનીત [૨] સરખું હૃદે કોમલ, કહ્યું ન જાતે હેત;
આંખમાંહે અમૃત ભરિયું, હરિભક્તિકેરૂં ક્ષેત્ર. ૮

જેમ જારે[૩] લુબધી[૪] યુવતી, [૫] તેનું મન રહે પ્રિતમપાસ;
અહર્નિશ રહે આલોચતી,[૬] ભાઇ એહવું મન હરિદાસ. ૯

કહે અખો સહુકો સુણો, હરિ લક્ષ લાગ્યો ચિંતને[૭];
મનન તેહને માહાવનું[૮], તે સેવે હર-ગુરુ-સંતને. ૧૦


કડવું ૧૨ મું - સર્વાત્મભાવ જ્ઞાનતુર્ય પદ

રાગ ધન્યાશ્રી

ઉદય ઉજાળો[૯] દે જેમ ચંદ્રમાજી,
કિરણ તેહનાં પસરે વન વિથિ[૧૦] મંદિરમાંજી;
તેમ સરખો આત્મા ભાસે કીટ ઈંદ્રમાંજી,
એહવો પ્રકટ્યો હૃદય કંદ્રમાંજી[૧૧]. ૧

પૂર્વછાયા

હૃદે ગુહામાં રામ પ્રગટ્યા, તેણે પાલટો[૧૨] મનનો થયો;
માયાનેં ઠામે બ્રહ્મ ભાસે, સંસારનો સંભવ ગયો. ૧

જેમ રવિને તેજે ઓગળે, પાલો[૧૩] તે પાણી થૈ વહેં;
તેમ જેહનેં પ્રગટે આતમા, તે માયાદોષ સહેજે દહે. ૨

ભાઇ માયાનું બળ તિહાં લગે, જિહાં આતમા જાણ્યો નહીં;
જેમ ગત યૌવન થઇ યુવતી, તે પ્રસવલગિવાધી રહી. ૩


  1. વિંધાયેલું
  2. માખણ જેવું
  3. ઉપમતિમાં
  4. અત્યંન્ત પ્રીતિવાળી થઇ
  5. સ્ત્રી
  6. જોતી
  7. ચિત્તને
  8. પરમાત્માનું
  9. અજવાળું
  10. શેરી
  11. હૃદયરૂપી ગુફામાં
  12. બદલાવું
  13. બરફ