પૃષ્ઠ:Akhegita.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કડવું ૧૩ મું - જીવન્મુક્તની દશા - ૧


રાગ ધન્યાશ્રી

જે નર સમજ્યા તેણેએમલહ્યુંજી, આપવિષેથી [૧] આપોપું ગયુંજી;
બ્રહ્મઅગ્નિમાં દ્વૈત સર્વે દહ્યુંજી, મરમ સમજ્યાથી હતું તેમ થયુંજી [૨]

પૂર્વછાયા

થયું જેમ તેમ હુતું આગે, જાણણહારો [૩] જાણિયો;
જે ૐકારની આદ્ય [૪] હતો, વળી વેદ પુરાણે વખાણિયો. ૧

ક્યારે દેખે ધ્યેય [૫] ને ધ્યાતા [૬], ક્યારે ધ્યેય રહેને ધ્યાતા ટલે;
તટ્સ્થ ઉપનું જ્ઞાન જેહને, એમ સુરત [૭] ચલે વલે. ૨

ક્યારે ઇંદ્રિ-આરામ [૮] વસ્તે, ક્યારે [૯] વર્તવોણી સુર્ત્ય [૧૦] છે;
તટસ્થકેરું [૧૧] એજ લક્ષણ, જ્ઞાનકેરી તે મૂર્ત્ય [૧૨] છે. ૩


  1. હુંપણું
  2. પ્રથમ બ્રહ્મસ્વરૂપ હતું તેમ થયું.
  3. જાણનાર
  4. પ્રથમ
  5. ધ્યાન કરવા યોગ્ય વસ્તુ-બ્રહ્મ
  6. ધ્યાન કરનાર
  7. મનોવૃત્તિ
  8. ઇંદ્રિયોમાં પ્રીતિવાળી
  9. બાહ્ય વૃત્તિવિના
  10. આત્માકારવૃત્તિ
  11. બ્રહ્મ તથા સંસારને જાણનાર જ્ઞાનીનું
  12. મૂર્તિ