પૃષ્ઠ:Akhegita.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભાઈ છતે અણછતો થઇ રહે; કોઇક જાણે વિરલા સંત;
[૧]આપાપરવિના પ્રીછ[૨] અળગી, તે મહાનુભાવ મહંત ૩

ભૌતિક ભાવના ટળી તેહને, ભાસ્યું ચિદ્‍આકાશ [૩];
રોધ નપામે મીન[૪] જેમ, તેહને નીરમધ્ય આકાશ. ૪

નેત્ર ઉઘાડે ને ગતિ કરે, ભરે તે શ્વાસોશ્વાસ;
તેને નીર ફીટીને નભ[૫] થયું, જે આપ રહે અવકાશ. ૫

જેમ [૬]હિમના પરવતવિષે, મુષક [૭] ચાલે મધ્ય;
તેણે ખણ્યાવોહોણી ખાણ થાય,એહવી ઉષ્ણતાની સિધ્ય, ૬

અદ્રિમાં[૮] આકાશ તેહને, મહા કલા મુષકવિષે;
તેમ ભૌતિક ભાવના તિહાં નહી, જે અણલિંગી આતમલેખે. ૭

ભાઈ લિંગ તિહાં લેખાં ઘણાં, અણલિંગે[૯] લેખું કશું;
એ સહજ[૧૦]–કેરી સાધના, સમઝે તે દેખે અશું[૧૧]

ભાઈતત્ત્વદર્શી તત્ત્વમાંહે, દેખે સર્વ સમાસ;
જેમ અરૂપમાંથી રૂપ બંધાએ, પાછું અરૂપ થાય બરાશ[૧૨]

કહે અખો સહુકો સુણો, એવી અકલ કળા મહંતને;

એ પદને હીંડો પામવા, તો સેવો હરિ-ગુરુ-સંતને. ૧૦

કડવું ૧૫ મું - જીવન્મુકતનો મહિમા - ૧

વળી કહું જીવન્મુક્ત દશાયજી, નિશ્ચે જેનો પરવત-પ્રાયજી[૧૩];
જેણે પ્રિછ્યો વસ્તુ મહિમાયજી, તેઅનુબહતાંપાછો[૧૪]ન થાયજી. ૧

  1. હું ને અન્યવિના.
  2. જાણ-સમજ
  3. ચૈતન્ય રૂપ આકાશ
  4. માછલું.
  5. આકાશ.
  6. બરફના.
  7. ઉંદર.
  8. પર્વતમાં.
  9. ત્રણ લિંગથી રહિત
  10. સ્વાભાવિકની
  11. આવું.
  12. કપૂર.
  13. પર્વતના જેવો
  14. પુનર્જન્મ ન પામે