પૃષ્ઠ:Akhegita.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કૂટસ્થ [૧] આત્મા બ્રહ્મ કૈવલ્ય[૨], તેહનો સર્વ પસાર;
જેહને વિશેષણ એકે ન લાગે, તે વિલસી રહ્યો સંસાર. ૭

જે કહેવોએ કહેવાય નહિ, શબ્દાતીત સદાય;
અનિર્વચની વચન બોલે, તે નાવે વાણીમાંય. ૮

એ તો પ્રીછણ્હારવિના[૩] પ્રીછવું, પદાર્થ-વોહોણી[૪] જે પ્રીછ;
આપે આપનું જે નિરીક્ષણ[૫], ઇચ્છા-વોણી જે ઇચ્છ. ૯

કહે અખો એ વાણ્ય-વર્જિત,નિજસ્ફુર્ણ મહંતને;
એ સમસ્યા તેણે લહી, જેણે સેવ્યા હરિ-ગુરુ-સંતને. ૧૦



અખેગીતા/કડવું ૧૯ મું - સ્તુતિ કરતા જીવની બ્રહ્મ સાથે એકતા.

રાગ ધન્યાશ્રી

વસ્તુકેરૂં હારદ [૬] વસ્તુજ જાણેજી, શું એ જાણીને દ્વૈત ઉર આણેજી;
અદ્વૈતનું દ્વૈત કરે કોઇ સજાણેજી [૭], આપકેરૂંરૂપ તે આપ વખાણેજી.

પૂર્વછાયા

વખાણે વિગતે કરીને, આપે કહે આપે સુણે;
જેમ ગારુડી [૮] મોહરવિષે [૯], સ્વર દીએ ને ભાષા ભણે. ૧

સ્વામીપિંડમાંહે તે જીવક્યાંથો [૧૦] અને જીવનેક્યાંથો પિંડ,
એ ચલણ-વલણચિદ્રૂપ[૧૧] તાહરી,આપમાંહેથી મંડપ. ૨

તું તે હું ને હું તે તું, ધ્યેય ધ્યાતા તું રામ;
ઊંડું વિચારી આપ નિરખે, આપે આયનાનાં કામ. ૩

છો કૈવલ્ય સ્વામી તમો, દિશો ઇશ્વર માયાજીવ;


  1. અવિકારી
  2. માયા
  3. જાણનાર વિના
  4. વસ્તુવિના
  5. અવલોકન
  6. યથાર્થ સ્વરૂપ
  7. જાણેસતે
  8. વાદી
  9. મોરલીમાં
  10. ક્યાંથી
  11. ચૈતન્યસ્વરૂપ