પૃષ્ઠ:Akhegita.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ ત્રણ પ્રકારે થાઓ તમે, પણ સ્વભાવે તમે શિવ. ૪

અણછતી અજા તમારી, અંગીકૃત-સરખી [૧] અશી;
તે મધ્ય પડિયું ધામ તમારૂં,ત્યારે ઇશ્વર થઇને વિલસી. ૫

તે ઇશ્વરના ઐશ્વર્યવિષે, અનંત જીવ ઉપજે સમે [૨];
ચૈતન્ય ચાલ્યું આવે તમારૂં, તેમ તેમ માથા પરવરે[૩]

જેમ કાચનું મંદિર રચ્યું,નીલ પીત શુભ્ર[૪] શ્યામનું;
જે ઉપર તપ્યો સૂર [૫] જ્યારે, ત્યારે વિચિત્ર રૂપ થયું ધામનું. ૭

કૈવલ્ય સૂરજ તપે સદા, માયા તે મંદિર કાચ,
ઇશ્વર નામ તેહનું, ભાઇ જીવ થઇ માન્યું સાચ. ૮

અધિષ્ઠાન [૬] તે તમે સ્વામી, તેણે એ ચાલ્યું જાય;
અણછતો જીવ હું હું કરે,પણ ભેદ ન પ્રીછે પ્રાય [૭]

કહે અખો તમે નાથ નિર્ગુણ, થયા સગુણ વિષે જંતને;
એ કલા તમારી પ્રીછવા, જીવ સેવે હર-ગુરુ-સંતને. ૧૦


કડવું ૨૦ મું - શિવમાં જીવનું તત્ત્વારોપણ

રાગ ધન્યાશ્રી

એમ એ નાટક ચાલ્યું જાયજી,જેહના સ્વામી તમો પ્રભુ રાયજી
કૈવલ્ય ઈશ્વર ભૌતિક રાયજી, અણછતો ઉભો મધ્યે જીવ થાયજી

પૂર્વછાયા

અણછતો જીવ થાય ઉભો, તે જાય હરિને જાણવા;
નરને ઓઅછાયો કેમ કળે, તે હીંડે બુધ્યમાં [૮] આણવા. ૧

જેમ છો તેમ તમે પ્રભુજી,કાયા માયાને રવેં આપ;
બિંબ-પ્રતિબિંબ થાયે દર્પણે, તેમ તમારો તે વ્યાપ[૯]. ૨


  1. સ્વીકાર્યા જેવી
  2. લય પામે
  3. પરિણામ પામે.
  4. ધોળું
  5. સૂર્ય
  6. કલ્પિતનો આધાર
  7. બહુધા.
  8. બુદ્ધિમાં
  9. ફેલાવો