પૃષ્ઠ:Akhegita.pdf/૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગુરુમહિમા છે અતિ ઘણો, કો સમઝે સંત સુજાણ;
તે ગુરુ-ગોવિંદ એકતા ભજે, જેને લાગ્યાં સદ્‍ગુરુ-બાણ. ૫

જેમ રવિ દેખાડે રવિધામને, તેમ ગુરૂ દેખાડે રામ;
તે માટે હરિ તે ગુરુ, ગુરુ ગોવિંદ એવું નામ. ૬

ચિન્હ સમ્યું તે સંતનું, જે ગુરુ-ગોવિંદ એકતા ભજે;
જેમ બીબામાંહે રસ ભર્યો, તે વણ ઘડ્યે રૂપ નીપજે. ૭

જેમ સુવર્ણકેરી મોહોર્માંહે, અન્ય મુદ્રા છે અતિઘણી;
તેમ ગુરુ-ભજનમાં સર્વ આવે, જો મન વળે ગુરુચરણભણી. ૮

જેમ બધિર ન જાણે નાદસુખને, સ્વાદ નોહે રસનાવિના;
તેમ ગુરુવિના હરિ નવ મળે, જેમ ભોગ ન પામે નિર્ધના. ૯

કહે અખો સહુ કોએ સુણો, જોટાળવા હીંડો જંતને;[૧]
એ આરતશું[૨] ઉરમાં ધરો, તો સેવો હરિ-ગુરુ-સંતને. ૧૦


કડવું ૨ જું - વેદાંતી કવિઓની સ્તુતિ

રાગ ધન્યાશ્રી

કવિજને આગેગ્રંથબહુકર્યાજી, વિધવિધકેરા[૩] જુગતે [૪] વિસ્તર્યાજી;
ષડ્‍દરશનના [૫] મતભુ ઓચર્યાજી, પૂર્વના કવિયોનામે ઊધર્યાજી [૬].

પૂર્વછાયા

ઊધર્યા બહુ સ્તિતિ કરીને, એવી ગ્રંથકારની રીત છે;
સૂર્યાઅગળ ખદ્યોત[૭] કશો, એવી બોલવાની નીત[૮] છે. ૧

જાન્હવીઆગળ[૯] જેમ વહોકળો[૧૦], સરુતરુ[૧૧] બદરી[૧૨] યથા[૧૩];


  1. જીવભાવને
  2. પ્રીતિથી.
  3. નાના પ્રકારના
  4. યુક્તિથી
  5. ન્યાય આદિ છ શાસ્ત્રના
  6. તર્યા
  7. આગીઓ
  8. નીતિ
  9. ગંગાજીની આગળ.
  10. નાળું.
  11. કલ્પવૃક્ષ
  12. બોરડી
  13. જેમ