પૃષ્ઠ:Akhegita.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કડવું ૨૧ મું - બ્રહ્મ-ઇશ્વર ને જીવની એકતા

રાગ ધન્યાશ્રી

વળી કહું પૂરણપદ મહિમાય્જી, કોટી બ્રહ્માંડ જે નવાં રચાયજી;
પણ અધિક ઓછું કાંઈ નવ થાયજી, જોતાં જોતાં તે વિલૈ [૧] જાયજી.

પૂર્વછાયા

વિલઈ જાતાં વણસે [૨] નહીં, અને થાતાં નવ વધે;
પ્રાય વસ્તુ અરૂપ અણલિંગી, હેતુવિના કારણ-નિધે[૩]. ૧

હેતુવિના કારણતણું, કહું દૃષ્ટાન્ત વિધે કરી;
આકાશવિષે જેમ અભ્ર[૪] નાનાં, થાય જાય પાછાં ફરી. ૨

નીલ પીત ને શ્યામ ઉજ્જવલ, રક્ત[૫] ભાત અનંત;
વિચિત્ર પેરે [૬] વિલસે [૭] વળી, ત્યાંહાંજ આવે અંત. ૩

પણ વ્યોમ[૮] તેમનું તેમ, થાતે[૯] જાતાં[૧૦] તેમનું તેમ;
વારક [૧૧] પ્રેરક[૧૨] નહિ અભ્રને, વસ્તુ જાણવી એમ. ૪

એ તો અરૂપીકેરૂં રૂપ બંધાયે, પાછું રૂપ અરૂપ થઇ જાય;


  1. વિલય પામી
  2. વિનાશ પામે
  3. કારણનો ભંડાર
  4. વાદળાં
  5. રાતાં
  6. પ્રકારે
  7. વિલાસે
  8. આકાશ
  9. ઉત્પન્ન
  10. વિનાશ પામતાં
  11. નિવારણ કરનાર
  12. પ્રેરણા કરનાર