પૃષ્ઠ:Akhegita.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઉપના પછી તેહનાં નામ પાડે, પણ થયું શાનું પ્રાય. ૫

એ વિચારી જોતે થકે, જેહવો એ ઘનસાર[૧];
$$ ધાઇ રમે રમાડે, પણ ક્ષણ ક્ષણ ખગાકાર [૨]. ૬

ભાઇ જગતનાં કારણ ઘણાં, પણ થયા પછે ધરે નામ;
કહે પંચભૂતનાં પૂતળાં, એ બ્રહ્માકેરાં કામ. ૭

પણ વિરંચીઆદે [૩] વિશ્વ સઘળું, ઘડ્યો કેહેનો ઘાટ;
એ વિચારે બુધ્ધિ બુડે,અતિ નિરાળો [૪] નાટ [૫]. ૮

ભાઇ જે છે તે તો એજ અછે, બીજો વિચાર મનનો ઘડ્યો;
કરતા કોણ કહું કેહતણો, જો અન્ય પદાર્થ નવ જડ્યો. ૯

કહે અખો એ કળા મોટી, તોજ ઉપજે જંતને;
રૂપ અરૂપી આપ દેખે, જો સેવે હર-ગુરુ-સંતને. ૧૦


કડવું ૨૨ મું - બ્રહ્મ અને માયાની એકતાથી જીવ અને
ઇશ્વરનું સ્વરૂપ-સદૃષ્ટાંત

રાગ ધન્યાશ્રી

અનુભવ મોટો મોટા જાણેજી,
બુધ્ય તે બાપડી થયું પ્રમાણેજી;
દીઠું સાંભળ્યું સહુએ વખાણેજી,
પણ અણચવ્યું[૬] કોઇક ઉરમાં આણેજી.

પૂર્વછાયા

ચવ્યું નથિ તેનાં ચરિત્ર શેનાં, એ તો આભાસે[૭] છે અણછતાં;
અણલિંગી એ અર્થ સમજે,કહું દૃષ્ટાન્ત જે પહોંચતાં. ૧


  1. કપૂર
  2. આકાશને આકારે
  3. બ્રહ્મા આદિ
  4. ભિન્ન
  5. નાટક
  6. નહીં અનુભવેલું
  7. પ્રતીત થાય છે