પૃષ્ઠ:Akhegita.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પરાતીતથું [૧] હોય પોષણ, તે શબ્દરૂપ પરા કરે;
તે પશ્યંતીએ થાય જાદો, અરૂપ ફીટીું[૨] રૂપ ધરે. ૪

મધ્યમાએ ઘાટ ઘડાએ, અને વૈખરી થઇ વીખરે;
સંસૃત્ય [૩] વાધે શબ્દ કેરી, અનંત પ્રકારે ઓચરે. ૫

અક્ષર બાવમ અનંત રૂપે, વેદ પુરાણ સ્મૃતિ લખે;
મંત્ર યંત્રને ને વિદ્યા વૈદ્યા, કાંઇએ ન હોય વાણીપખે [૪]. ૬

ષટ દરશનના મત્ત નાના, એ સર્વે મનવાણીતણા;
પશુ પંખી નર નાગલગે, ભેદ સર્વ એહના ઘણા. ૭

પરાત્પર[૫] તે પર રહ્યું, એ રમત્ય[૬] વાણી મનતણી;
મધ્યે માની લીધું જીવડે, અણહુંતો[૭] થયો ધણી. ૮

મોટું સામર્થ્ય મહાપ્રભુનું, વણ ચલાવ્યું ચલે વલે;
જેન સૂર્ય વડે સર્વ કામ ચાલે, પણ કિરણ કેમાંહે[૮] નવ ભલે. ૯

કહે અખો એ મર્મ મોટો, એમ સમજે અનંતને;
એમ સમજે સ્વૈંજ થઇએ; જો સેવો-ગુરુ-સંતને. ૧૦


  1. પરાને પારથી.
  2. ત્યજી દઇને.
  3. સંસાર
  4. વાણી વિના
  5. પરાથી પાર.
  6. રચના
  7. કલ્પિત
  8. કોઈમાં