પૃષ્ઠ:Akhegita.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કહે અખો એ વસ્તુ વિચારે, ન મળે સ્થળ કાંઇ જંતને;
જેમ છે તેમ એ શિવ સદા, નિજસ્ફુરણ મહંતને. ૧૦


કડવું ૩૭મું-વસ્તુનું માહાત્મ્ય

રાગ ધન્યાશ્રી

વસ્તુ કેરૂં વક્તવ્ય[૧] નવ કીધું જાયજી, જેહનો મહિમા મોટો પ્રાયજી;
જેમ અર્ણવનું નીર જમાયજી, પણ બાંધ્યો સાયર તેમ રહ્યો જાયજી.

પૂર્વછાયા.

સાયર તેમનો તેમ છે, તેમ મહાપદની મોટમ[૨] ઘણી;
તીરે કહીં એક લવણ જામ્યું, તો શી ઓછપ સાગર ભણી. ૧


  1. વર્ણન
  2. મોટાઈ