પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૭


અથવા તો મજુરો પ્રતિજ્ઞા તોડે ત્યારે છુટે. પરિણામ ધારેલું આવ્યું. એ જેઓ પ્રતિજ્ઞા લેવાઈ ત્યારે હાજર હતા તેઓએ જોયું. મજુરો જાગૃત થયા, તેઓએ મજુરી શરૂ કરીને તેઓનો ધર્મ, તેઓનું ઈમાન રહ્યાં.

મજુરો હવે સમજ્યા છે કે મજુરોની પ્રતિજ્ઞા રહેવાથી જ તેઓને ઈન્સાફ મળવાનો છે. મહાત્મા ગાંધીજીની પ્રતિજ્ઞાથી તેઓને જોર મળ્યું. પણ તેઓને ઝુઝવું છે તો તેઓના પોતાના જ જોર ઉપર. મજુરોનો ઉદ્ધાર મજુરો ઉપર જ છે.