પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



૧૬

શ્રી શંકરલાલ બૅંકરની પત્રિકા

તમારે માટે હું પહેલી જ પત્રિકા લખું છું. તેથી મારે એટલું તો જણાવી દેવું જોઇએ કે એ લખવા માટેનો મારો અધિકાર નામનો જ છે. મેં પોતે મજુરી કરી નથી. મુજુરોને ખમવાં પડે છે તેવાં દુ:ખ વેઠ્યાં નથી, તેમ એ દુઃખ સમજી તેને દૂર કરવા માટે હું કંઈ કરી શકતો નથી. માટે આ પ્રસંગે જે કોઇ સલાહ આપવાની મને જરૂર જેવું જણાય છે તે આપતાં મને સંકોચ તો થાય છે જ. પરંતુ અગાઉ મેં તમારે માટે કંઇ કર્યું નથી તોપણ હવે પછી તો તમારા માટે મારી શક્તિ પ્રમાણે મારે કંઇક કરવું જ એવી મારી તીવ્ર ઈચ્છા છે, અને તે ઈચ્છાને લઈને જ હું આ લખું છું.

આજથી બે દિવસ ઉપર આપણી સ્થિતિ કેટલેક અંશે ચિંતાતુર થઈ પડી હતી. તમારામાંથી કેટલાક ભાઇઓ તંગીમાં આવી પડ્યા હતા; અને એ તંગીમાંથી મુક્ત થવા માટે મહાત્મા ગાંધીજીના આગ્રહ મુજબ મજુરી કરી લેવાને બદલે લીધેલા કસમ તોડી તેઓ કામ ઉપર ચાલ્યા જાય એવો ભય જણાતો હતો. પણ એ સ્થિતિ આજે રહી નથી. મહાત્મા ગાંધીજીએ લીધેલી પ્રતિજ્ઞાથી આપણા જડ હૃદયમાં ચૈતન્ય આવ્યું છે, આપણી પ્રતિજ્ઞા કેટલી ગંભીર છે તેનું આપણને ભાન થયું છે. જાન જાય તો પણ કસમ નહિ છોડીએ એ હવે માત્ર સભામાં જ