પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૯
 



(૧)

કારીગરો તરફની દલીલ


રા. આનન્દશંકરભાઈ,

અમદાવાદની મીલોના સાળખાતાના કારીગરોને તેમના પગારમાં મળવો જોઈતો વધારો નક્કી કરવા માટેની તપાસના સંબંધમાં હું આપની આગળ નીચેની હકીકત રજુ કરવાની રજા લઉં છું.

સાળખાતાના કારીગરોના પગારમાં થવો જોઇતો વધારો નક્કી કરવામાં નીચેની બે બાબત ઉપર ખાસ વિચાર ચલાવવાની જરૂર છે: (૧) કારીગરો સાદાઈથી પણ સંતોષકારકરીતે પોતાનું જીવન ગાળી શકે તે માટે તેમને શો પગાર મળવો જોઈએ ? એટલે તેમના પગારમાં શો વધારો થવો જોઇયે ? (૨) એ વધારો મીલો આપી શકે કે નહિ ? પૂરેપૂરો ન આપી શકે તો કેટલો આપી શકે ?

૧ કારીગરોને કેટલો વધારો મળવો જોઇએ ?

સલાલના સંબંધમાં પહેલેથી જ જણાવી દેવું જોઇએ કે કારીગરોની રહેણીનું હાલનું ધોરણ સંતોષકારક નથી; પરંતુ તેમાં સુધારો કરવાનો સ્હેજ પણ વિચાર કર્યા વગર માત્ર એ ધોરણ જળવાઈ રહે એમ ઇચ્છતા હોઈએ તોપણ મોંઘવારીને કારણે