પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૩


આ અંદાજમાં કેટલીક બાબતો સંબંધી વિચાર કરવામાં આવ્યો નથી. પરંતુ તે પણ એટલી જ અગત્યની છે, અને તેથી તે ઉપર ધ્યાન ખેંચવાની જરૂર જોઉં છું.

(૧) કારીગરોનો પગાર— ઉપર કારીગરની માસિક આવક રૂ. ૨૨ની ગણી છે, પરંતુ કારીગર હમેશ તેટલું રળી શકતો નથી. દિવસભર જે સખત કામ તેને કરવું પડે છે તે, વરસના બારે મહિના તે કરી શકતો નથી. અશક્તિ, બીમારી કે વખતે બેકારીને લીધે દિવસો પડે છે અને સરેરાસ તેનું કામ વરસના ૧૧ મહિના જેટલું જ ઉતરે છે. એટલે તેની આવક વાસ્તવિકરીતે તો રૂ. ૨૦ની જ ગણાવી જોઈએ.

(૨) વ્યાજ— કારીગરોનો ઘણોખરો ભાગ દેવામાં ડુબેલો છે. તેમને સર્વને ભારે વ્યાજ આપવું પડે છે. આ વ્યાજની રકમ ઉપરના અંદાજમાં ગણી નથી.

તંગીમાં આવી પડેલા કારીગરો કાંધીયા કે પઠાણના પંજામાં સપડાતાં તેમની સ્થિતિ કેટલી દયાજનક થાય છે તેનો યથાર્થ ખ્યાલ આપી શકાય એમ નથી. પરંતુ તે સંબંધમાં એક જાણવાજોગ દાખલો અત્રે આપું છું. પ્રેમ દરવાજા બહાર આવેલી જુગલદાસની ચાલીમાં ઝગડુ શેખુ નામના એક જઈફ મુસલમાન કારીગર છે. તેની સ્ત્રી ફાતમા પાસે સીવવાનો સાંચો હતો અને તે ઉપર કામ કરી પોતાના ધણીની આવકમાં તે કાંઈક વધારો કરતી. પરંતુ તંગીને લીધે તેને તે સાચો ગીરો મુકી પૈસા લેવા પડ્યા. એ સાંચાની કિંમત રૂા. ૮૦ની હતી, પરંતુ તે