પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪


ઉપર મગન દલસુખ નામના વાણીયાએ રૂ. ૭ ધીર્યા અને રૂપીયે બે આના જેટલું વ્યાજ ઠરાવ્યું. પરંતુ એ બાઈ રૂપીયા કે વ્યાજ આપી શકી નથી અને હજુ વરસ પૂરું થયું નથી તેટલામાં તો મગનભાઇએ એનું દેવું વ્યાજ ગણીને રૂ. ૨૬નું ઠરાવ્યું છે. ટૂંકમાં એ સાંચો હવે એ બાઈને પાછો મળવાનો નથી. આવા બીજા અનેક દાખલાઓ આપી શકાય અને તે સર્વે એ જ બતાવે છે કે તંગીને લીધે કરજમાં ઉતરેલા કારીગરોની સ્થિતિ અત્યંત દયાજનક છે; અને તેમને એ સ્થિતિમાંથી બહાર કાઢવાને પદ્ધતિસર પ્રયત્નો થવા જોઈએ. એ સંબંધમાં આપને એટલી વિનન્તિ છે કે આ બાબત તરફ મીલમાલિકોનું ધ્યાન ખેંચી તેમને યેાગ્ય પગલાં લેવા પ્રેરશો.

(૩) દવા—કારીગરોને ઘરમાં સુવાવડ કે માંદગીના વખતમાં દવા વગેરેમાં ખર્ચ થાય છે. કોઈ વખતે મીલમાં કામ કરતાં અકસ્માત થાય છે તેનો ખર્ચ પણ ઘણી વખતે તેમને જ માથે પડે છે. એ ખર્ચની રકમ પણ ઉપરના અંદાજમાં ગણી નથી.

(૪) લગ્ન–મરણ—કારીગરોને પોતાને ઘેર લગ્ન, વિવાહ કે મરણ હોય તે માટે, વાર તહેવારને દિવસે ધર્માદા તથા જમણ માટે, અને સગાંવહાલાં કે નાતજાતમાં લગ્ન વગેરે પ્રસંગે રીત માટે જે ખર્ચ થાય તે ઉપરના અંદાજમાં આવી શકે. પરંતુ તે પણ ગણત્રીમાં લેવાયેલ નથી.

(૫) વીમો—આ ખર્ચ ઉપરાંત દરેક કારીગરે પોતાના તથા પોતાના કુટુંબના હિતને માટે અકસ્માત તથા જીંદગીને