પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૧
 


અરસામાં પ્લેગને લઈને કારીગરોને ૫૦ થી ૭૦ ટકા જેટલો વધારો મળ્યો. એ વધારો રૂા. ૨૨ ઉપર ગણીએ તો રોજના ૬ આના જેટલો આવે છે. અને બે સાળ ઉપર નફો રૂા. ૩-૧૨-૦ જેટલો મળતો; એટલે ૬ આના આપતાં પણ રૂા. ૩-૬-૦ જેટલો નફો રહેતો.

મીલોને માટે આ સ્થિતિ આજે કાયમ છે એટલું જ નહિ, પણ તે ઘણી સુધરી છે. આજે સુતરના ભાવ રતલે રૂા. ૧-૪-૦ છે અને વણાટનું ખર્ચ ૮ આના જેટલું આવે છે. એટલે રતલ સુતરનું કાપડ રૂા. ૧-૧૨-૦નું પડે છે. એ કાપડના બજારભાવ આજે રૂા. ૨-૪-૦ છે. એટલે મીલોને રતલે ૮ આના જેટલો નફો રહે છે. અને એક સાળનું રોજનું ઉત્પન્ન (production) ૧૦ રતલનું ગણીએ તો બે સાળ ઉપર રૂા. ૧૦ જેટલા નફો થાય છે. હવે જો પ્લેગના વખતમાં રૂા. ૩–૧૨-૦ના નફામાંથી કારીગરોને ૬ આનાનો વધારો આપવો પોસાયો તો હાલ રૂા. ૧૦માંથી ૬ આના આપવા ભારે પડે એમ કહી શકાય નહિ.

મીલોની હાલની સ્થિતિ બહુ સારી છે. તેનો એક પુરાવો તો કેટલાક મીલએજન્ટોએ પોતાના કમિશનના ધોરણમાં ફેરફાર કર્યો છે તેમાંથી મળી આવે છે. જુની રીત પ્રમાણે એજન્ટોને દર રતલે રૂા. ૦-૦-૩ કમિશન મળતું તેને બદલે હવે તેમણે ૩ાા ટકા કમિશન લેવા માંડ્યું છે. અને ગણત્રી કરતાં તે પહેલાંના કરતાં ચાર ગણું આવે છે. કારણ કે એક સાલનું રોજનું ઉત્પન્ન