પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨


(production) ૧૬ રતલ ગણીયે તો પહેલાંના દર પ્રમાણે એજન્ટોને ૧૬ પૈસા એટલે ૪ આના મળે. પરંતુ ૩ાા ટકા પ્રમાણે ગણુતાં ૧૬ રતલના રૂા. ૧–૧૨–૦ લેખે રૂા. ૨૮ થાય, અને તે ઉપર કમિશન લગભગ રૂા. ૧ જેટલું થાય. જો મીલોને હાલ અસાધારણ નફો નહિ હોત તો એજન્ટો આટલું કમિશન માગી શકત જ નહિ, અને શેરહોલ્ડર આપવાની હા પણ પાડત નહિ.

ઉપરની હકીકત ઉપરથી ખાતરી થશે કે કારીગરોને મોંઘવારીને લીધે ઓછામાં ઓછા ૫૦ ટકા વધારાની જરૂર છે, અને મીલો બે સાળ દીઠ હાલ રોજ રૂા. ૧૦ રળે છે તે જોતાં તેમને આ વધારો આપવો ભારે પડે એમ નથી. તો પછી એમ પ્રશ્ન થશે કે ગાંધી સાહેબે માત્ર ૩૫ ટકા જ કેમ વાજબી ગણ્યા. એનો જવાબ માત્ર એટલો જ છે કે પહેલાં પંચનામાની એક શરત એવી હતી કે અમદાવાદના સાળખાતાના કારીગરોને મુંબઈની મીલોના કારીગરો કરતાં વધારે મળવું જોઈએ નહિ. અને મુંબઈની મીલો સંબંધી તપાસ કરતાં ચાર જુદી જુદી મીલો તરફથી તેમના કારીગરોને મળતા માસિક પગારના નીચલા આંકડા મળ્યા હતા.

( ૧ ) રૂા. ૩ર-૩-૦ થી રૂા. ૩૪-૮-૦
( ર ) રૂા. ૩૦ (ચાર દિવસ હડતાળ હતી.)
( ૩ ) રૂા. ૩૦ થી રૂા. ૪૪
( ૪ ) રૂા. ૪૨

આમાંથી ઓછામાં ઓછો આંકડો ત્રીસનો લેતાં પણ ચાળીસ ટકા વ્યાજબી ગણી શકાય. પરંતુ મીલો ઉપર