પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪
 



(૨)

મીલએજન્ટો તરફની હકીકત



આ મુકદ્દમામાં મજુરોની તરફેણની મિ. બેન્કરની સહીથી રજુ થયેલી હકીકત અમે વાંચી છે.

અમે એમ કહેવાની રજા લઈએ છીએ કે જ્યાં જ્યાં મિ○ બૅન્કરના હકીકતપત્રમાં પ્રો○. ધ્રુવની સલાહ માગવામાં આવી છે તેમાં દર્શાવેલી બાબતો સિવાય બીજી હકીકત જણાવી છે ત્યાં ત્યાં તે અસ્થાને છે ને તેથી તે હકીકત ધ્યાનમાં લેવાવી જોઈએ નહિ. મિ○ બૅન્કરે આવો પ્રયાસ કર્યો છે તે જોઈ અમને ઘણી જ નવાઈ થાય છે. અને તેમાં તેમનો હેતુ લવાદને ભૂલાવો ખવડાવવાનો છે એમ અમારું ધારવું છે. આ પ્રયાસ અન્યાયભરેલો તેમજ કાયદા વિરૂદ્ધ છે. આ મુકદ્દ્‌મામાં જે જે મુદ્દાઓ સલાહ માટે રજુ કરવામાં આવ્યા છે તે સંબંધે હકીકતપત્રમાં દર્શાવેલી બાબતોનો નીચે પ્રમાણે અમારા જવાબ છેઃ—

अ (૧) મિ○ બૅન્કરે દર્શાવેલી સર્વ હકીકત તદ્દન ખોટા સિદ્ધાંત પર રચાયેલી છે. સર્વ મીલો ભૂતદયા અને પરોપકારના હેતુથી ચલાવવામાં આવે છે, તેમજ તેમનો ઉદ્દેશ મૂડીવાળાઓ તથા મજુરોની સ્થિતિ એકસરખી કરવાનો છે, એવા સિદ્ધાંતો પર તેમની સર્વ દલીલ રચાયેલી છે. અમે જણાવવાની રજા લઈયે છીયે કે આ સિદ્ધાંતો તદ્દન ખોટા છે. વાસ્તવિક રીતે જોતાં મીલો ખાનગી માલિકીની મિલકત છે. તેમને ચલાવવાનો મૂળ અને