પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬


પદ્ધતિસર પહેલાં ઘણી સારી રીતે કામ ચાલ્યું હતું. કારણ કે હિસાબે તે બે રીતે મળતા કમિશનમાં ઘણો જ થોડો તફાવત રહેતો. આગલા વર્ષોમાં તો આ બન્ને રીતે એક જ રકમ કમિશન તરીકે મળતી હતી. પણ લડાઈની શરૂઆત પછી બારીક કાપડ તૈયાર કરવાની જરૂર પડવાને લીધે, તેમજ ભાવ વધી જવાને લીધે પાઉન્ડના હિસાબથી એજન્ટોનું કમિશન ઓછું ને ઓછું થવા લાગ્યું અને તે સાથે શેર ભરાવનારાઓને નફો વધારે મળવા લાગ્યો. આથી એજન્ટો નુકસાનમાં આવી પડ્યા. આ કારણને લીધે બીજી પદ્ધતિસર કમિશન આપવાનો ધારો થયો. તેમ છતાં ઓછું કે વત્તું કમિશન આપવાની સત્તા શેર ધરાવનારાઓની છે, કારણકે તેમ કર્યાથી તેમના જ નફામાં વધઘટ થાય છે. તે મુદ્દો ચાલુ પ્રશ્નને લાગતોવળગતો નથી.

૨ મજુરોને માટે નિશાળો, દવાખાનાં, રાતની ક્લબો, વીમા ફન્ડો વગેરે પુરા પાડવાની જરૂર સંબન્ધે.

આ સર્વ સગવડો ઘણી જ સારી છે. પરંતુ તેને વ્યાવહારિક સ્વરૂપમાં મુકી શકાય કે નહિ તે જોવાનું છે. આ સગવડો ધનવાન તેમજ વચલા વર્ગોના લોકોને પણ મળતી નથી. મીલમજુરોને માટે તો તેઓ નવાઇની ચીજો જેવી છે. વળી આમાંની ઘણી બાબતો પર સરકાર અને મ્યુનિસિપાલિટીનું જ ધ્યાન ખેંચવાની જરૂર છે, કારણકે તેઓ જ તે સંબંધી કાંઈ પણ કાર્ય કરી શકે એમ છે. ચાલુ મુકદ્દમામાં આ સગવડો પર ભાર દેવો એ અન્યાયભરેલું તેમજ અવાસ્તવિક છે. આને માટે સુંદર શરૂઆત અને વ્યવસ્થા કરવામાં આવે તો આવા પ્રશ્નોને જલદીથી કામમાં લેવા