પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૭
 


કરતાં વધારે આવકારદાયક કાર્ય અમને બીજું કોઈપણ જણાતું નથી; અને એવી સ્થિતિમાં તેને માટે જોઇતા ખર્ચ તથા નાણાંમાં અમારો યોગ્ય ભાગ અમે પુરેપુરી ખુશીથી આપીશું.

૩ પ્લેગને લીધે આપવામાં આવેલો વધારો

આ વધારો ખાસ અમુક વખતને માટે જ આપવામાં આવ્યો હતો. હવે પ્લેગ જતો રહ્યો છે એટલે ગમે તે વખતમાં તેના પર ભાર મુકવો તે અયોગ્ય જ કહેવાય.

૪ મુંબઈના મજુરો તથા તેમને મળતી રોજીની સાથે સરખામણી.

આ સરખામણીમાં નીચેની બાબતો સંબધે વિચાર કરવામાં આવેલો નહિ હોવાથી તે તદ્દન ભૂલભરેલી છે:—

(૧) મુંબઈમાં ઘરભાડાં સુદ્ધાં સર્વ ખર્ચ વધારે છે.
(૨) ત્યાંના મજુરો વધારે હોશીયાર અને પ્રવીણ છે.
(૩) આ કારણને લીધે મુંબાઇની મીલોમાં વધારે સુંદર અને ખૂબીવાળાં વણાટકામ તૈયાર થઈ શકે છે.
(૪) મુંબાઇના મજુરો ઘણુંખરું એક જ જગાએ કાયમને માટે કામ કરે છે.
(પ) ત્યાં જો નોટિસ આપ્યા વગર કે રજા લીધા વગર કોઈપણ મજુર કામ પરથી જતો રહે તો તેને પગાર આપવામાં આવતો નથી. (અમદાવાદમાં હર હમેશ નોટિસ આપવાનો રિવાજ છે.)

આવા મોટા તફાવત સંબંધી વિચાર કર્યા વગર સરખામણી કરવાથી ભૂલ થવાનો સંભવ છે. તે ન્યાયવિરૂદ્ધ તથા અવાસ્તવિક છે. વળી પ્રગતિમય મુંબઇમાં પણ વીમાફંડ, રાતની ક્લબો વગેરેનો હજુ સુધી અભાવ જ છે.