પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૯


મજુરોના કુટુંબની કમાઈ ઘણી જ વધારે છે તે મનમાં રાખવું જોઈયે.

(क) માસિક ખર્ચનો આંકડો પણ ઘણો જ વધારે દર્શાવવામાં આવ્યો છે.

(ड) મજુરોને ગજા ઉપરાંત ઘણું જ કામ કરવું પડે છે.

આ હકીકત પણ તદ્દન ખોટી છે. કોઈ પણ મીલમાં જઇને જોવાથી માલુમ પડશે કે બીડી પીવાના તથા પાણીના ઓરડામાં, તેમજ મીલના કમ્પાઉન્ડમાં પણ મજુરો વખત ગુમાવતા અને ભટકતા જ હશે. અમારો મત એ થયો છે કે જે તેઓ પોતાના કામ પર એક ચિત્ત રાખતા હોય તો તેમને જે મળે તેના કરતાં તેમની ઉપરની ટેવોને લીધે તેમને ઘણું જ ઓછું મળે છે, એટલું જ નહિ પણ તેને લીધે મીલોને પણ ઘણી રીતે નુકસાન થાય છે. દાખલા તરીકે માલ ઓછો તૈયાર થાય છે, અને ઘરાકો અને સાળો ઘણી વખત બંધ કરવાની જરૂર પડે છે. આળસ રાખવાની મજુરોની આવી ટેવ દૂર થાય એ ખાસ ઈચ્છવાયોગ્ય છે. અમે વારંવાર તેમાં સુધારો કરવાનો પ્રયાસ કર્યો છે, પણ તે નિષ્ફળ ગયો છે. મજૂરવર્ગના મિત્રો હકીકત રજૂ કરે તેમજ સહાનુભૂતિ દર્શાવે તેથી જે લાભ મળે તેના કરતાં જો તેઓ કામ પર વધારે લક્ષ રાખે તો પોતાની મેળે તેઓ ઘણું જ વધારે કમાય અને તેમની સ્થિતિ સુધરે, એટલું જ નહિ પણ મીલોને પણ ભારે નફો મળે. આથી મજુર તેમજ