પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૧


મેળવવાની તેમને જે તક આપવામાં આવે છે તેનો તેઓ લાભ લેતા નથી. આ સંબંધે મજુરોની કામ કરવાની રીત જોઈને નંધાયેલો અમારો દૃઢ મત એ છે કે અમદાવાદમાં વધારે મજુરી આપવાથી તે લોકોની ખરેખરી માસિક આવકમાં ભારે વધારો થતો નથી. અને અમારી સૂચના એ છે કે આ બાબતમાં મજુરોની ટેવો સુધારવાની ખાસ આવશ્યકતા છે.

(૨) ઉપર બતાવેલી હકીકતપરથી એ તો સ્પષ્ટ છે કે મિ○ બૅન્કરના હકીકતપત્રની ખાસ વિચાર કરવા જેવી હવે ઘણી થોડી બાબત રહી છે. હિન્દી જનસમાજના સર્વ ભાગોની તેમજ મજૂરવર્ગોની સ્થિતિ સુધારવાની તેમજ સારી કરવાની ખાસ જરૂર છે, મિ○ બૅન્કરના વિચારને અમે પણ મળતા થઈયે છીયે. આ કામ ઘણું જ વહેલું થાય તે પણ અમે કબુલ કરીયે છીયે, પણ માણસો અને રિવાજ મિ○ બૅન્કર ધારે છે તેટલા થોડા સમયમાં પુરેપુરા સુધરી શકે નહિ. યુટોપીયા એક દિવસ, વર્ષ કે પેઢીમાં જ અસ્તિત્વમાં આવી શકે નહિ. મિ○ બૅન્કરે મજુરોને માટે જે વધારાની માગણી કરી છે તે વધારો જો તેઓ જાતે મહેનત કરે અને તેઓ વધારે નિયમિત અને ઓછા આળસુ થાય તો તેમને મળી શકે તેમ છે. આ ઉપાય તેમના પોતાના હાથમાં છે. દયાની લાગણીને અંગે સારી રીતે કે હમેશને માટે તે લાભ તેમને મળી શકે તેમ નથી. તેઓ પોતાની લાયકાત અને ઉદ્યોગને અંગે જ વધારે સારી કમાઈ કરી શકશે. આ સંબંધે અમે એમ જણાવવાની રજા લઈયે છીયે કે મિ○ બૅન્કર અને તેમના