પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૫
 



(3)

પંચનો નિર્ણય



ગયા શીયાળામાં અમદાવાદના મીલમાલિકોના ‘ગ્રૂપ’ અને કાપડ વણનાર કારીગરો વચ્ચે કારીગરોના પગારના દરના સંબન્ધમાં વાંધો પડેલો, અને તેને પરિણામે હડતાળ અને ‘લૉકઆઉટ’ – બહાર તાળા–ની ખેદકારક સ્થિતિ ઉપન્ન થઈ હતી. તેનો અન્ત તા. ૨૦ મી માર્ચ ૧૯૧૮ ને દિને બન્ને પક્ષ તરફથી મને પંચનું કામ સોંપાઇને આવ્યો. તે પછી પંચના કામની શરૂઆત થઈ. પોતાની હકીકત લખી રજુ કરવાની મેં બન્ને પક્ષ પાસે માગણી કરી. તે પ્રમાણે અનિવાર્ય અડચણોને લીધે મીલમાલિકોના ‘ગ્રૂપ’ તરફની હકીકત ત્રણ માસની અંદર મને મળી નહિ, એક પક્ષની હકીકતથી સંતોષ પામીને ચુકાદો કરવો એ મને વાજબી લાગ્યું નહિ, અને તેથી પંચનો અધિકાર સમાપ્ત કરી, બન્ને પક્ષે માંહોમાંહે મળીને સમજુતી કરવી, અને તેમાં બન્ને પક્ષના મિત્ર તરીકે મારી મદદની જરૂર હોય તો તે આપવા હું રાજી છું, એમ મેં જણાવ્યું. પણ બન્ને પક્ષ તરફથી એમ જણાવવામાં આવ્યું કે એ બની શકે તેમ નથી, અને પંચના કામની મુદ્દત વધારવા તેઓ એકમત થયેલા છે. તેથી મેં પંચનું કામ જારી રાખ્યું. તા. ૨૮ મી જુને મીલમાલિકોના ‘ગ્રૂપ’ તરફની હકીકત મને મળી. તેમાંથી કેટલાક અગત્યના પ્રશ્ન ઉપસ્થિત થયા, તેનો ખુલાસો મેં બન્ને પક્ષ પાસે માગ્યો હતો. તા. ૩ જી જુલાઈ સુધીમાં