પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬


કારીગર પક્ષ તરફથી એ સંબન્ધમાં કાંઈ લખાઈ આવ્યું નથી. મોટે ભાગે તો જે ખુલાસા તથા હકીકતની મારે જરૂર હતી તે મીલમાલિકોને પુરી પાડવાની હતી, અને તેઓ તરફથી એક ‘ખાનગી’ સુચના સાથે થોડીક હકીકત રજુ કરવામાં આવી છે. પણ તેનાથી મેં પુછેલા સર્વ પ્રશ્નોનો ઉત્તર થતો નથી, અને જેટલાનો થાય છે તેટલાનો પણ અપૂર્ણ રૂપમાં થાય છે, અને કેટલીક હકીકતા તો ઘણી મીલોમાંથી મેળવીને પુરી પાડવામાં આવે તો જ તેનો ઉપયોગ થઈ શકે એમ છે. પરંતુ તે હકીકત અત્યારે ભેગી કરવી શક્ય નથી, એમ તેઓ તરફથી જણાવવામાં આવે છે. આ સ્થિતિમાં હું બન્ને પક્ષ વચ્ચેની તકરારમાં વાસ્તવિક ન્યાય શો છે એના નિર્ણય ઉપર આવી શકતો નથી. પણ મીલમાલિકો અત્યારે હવે વિશેષ હકીકત આપી શકે એમ નથી, અને ગરીબ કારીગરોને પંચનો નિર્ણય સત્વર મળવો જોઈયે એ ઈષ્ટ છે, તેથી મારે વ્યવહારૂ ન્યાય યાને ચુકાદા ઉપર આવવું પડે છે. પંચના ઠરાવની વાટ ન જોતાં કુદરતના બળે મીલમાલિકો અને કારીગરો વચ્ચે પ્રસ્તુત પ્રશ્નના સંબધમાં જે વાસ્તવિક સ્થિતિ ઉત્પન્ન કરી દીધી છે તેમાંથી મને એ વ્યવહારૂ ન્યાય કરવાનું ધોરણ મળી આવે છે. પક્ષકારો તરફથી મળેલી હકીકત ઉપરથી મારા જાણવામાં આવે છે કે અત્યારે ઘણીખરી મીલમાં ૩૫ ટકાનો વધારો અપાઈ ચુક્યો છે, અને કેટલીકમાં તો એ વધારો ૫૦ ટકા સુધી પણ પહોંચ્યો છે. તો તકરારને લગતા બાકીના વખતને માટે ૩૫ ટકા વધારો આપવો ઘટારત છે. તેથી હું પંચ તરીકે મને મળેલા અધિકારથી જાહેર કરૂં