પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૯
 



છતાં કેટલીક મીલના મજુરોએ હડતાલ પાડી. માલિકોએ વિચાર્યું કે મજુરોએ આમ યોગ્ય કારણ વિના કર્યું છે, એટલે તેઓ પંચમાંથી ખસી ગયા, અને ‘લૉકઆઉટ’ જાહેર કર્યો. તેઓએ એમ પણ નક્કી કર્યું કે જે વીસ ટકાનો વધારો તેઓએ અપવા જાહેર કર્યો હતો તે કબુલી લેવાની સ્થિતિમાં મજુરો થાકીને આવી ન પડે ત્યાં સુધી ‘લૉકઆઉટ’ ચાલુ રાખવો. ભાઈ શંકરલાલ બૅન્કર, ભાઈ વલ્લભભાઈ પટેલ અને હું મજુરો તરફથી પંચમાં નીમાયા હતા. અમે જોયું કે જો અમે તાબડતોબ અને મક્કમતાથી કંઈ પણ પગલું નહિ લઇએ તો મજુરોને હેઠા પાડવામાં આવશે. એટલે અમે વધારા વિષે તપાસ કરવી શરૂ કરી. અમે મીલમાલિકોની મદદ મેળવવા પ્રયત્ન કર્યો, પરંતુ તેઓએ અમને તે ન જ આપી. તેઓના મનમાં મીલમજુરોના સંપને હંફાવે એવું મીલમાલિકોનું સંયુક્ત બળ યોજવાની એક જ વાત રમતી હતી. એક રીતે જોતાં, અમારી તપાસ એકતરફી હતી. છતાં અમે મીલમાલિકોનો પક્ષ વિચારવાનો પ્રયત્ન કર્યો, અને એવા ઠરાવ ઉપર આવ્યા કે ૩૫ ટકાનો વધારો વાજબી લેખી શકાય. મીલમજુરોને અમારો આ આંકડો જણાવ્યો તે પહેલાં અમે મીલમાલિકોને અમારી તપાસનું પરિણામ બતાવ્યું અને સાથે એમ પણ કહ્યું કે જો તેઓ ક્યાંય ભૂલ દેખાડશે તો અમે તે સુધારી લેવા તૈયાર છીયે. પરંતુ તેઓએ અમારી સાથે સલાહ ન જ ઇચ્છી. તેઓએ જવાબ વાળ્યો, અને તેમાં જણાવ્યું કે સરકાર અને મુંબઈના શેઠીયાઓ તરફથી અપાતા દર અમારા નક્કી