પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૩


પરંતુ તેમાં હવે જાદુઈ રીતે ઉત્સાહ આવી ગયો. દરેકે દરેકના ગાલ ઉપર આંસુ ટપકવા લાગ્યાં, અને એક પછી એક ઉઠી જણાવવા લાગ્યા કે જ્યાં સુધી તેઓની માગણી કબુલ નહિ થાય ત્યાં સુધી તેઓ કદિ પણ મીલમાં કામ ઉપર નહિ જાય, અને વળી સભામાં હાજર નહિ રહેનારને શોધી કાઢશે અને તેઓના હૃદયને મક્કમ કરશે. સત્ય અને પ્રેમના પ્રભાવનું પ્રાગટ્ય નિહાળવાનો આ એક અમૂલ્ય અવસર હતો. દરેકને એમ લાગવા માંડ્યું કે ઈશ્વરની પાલકશક્તિ પ્રાચીન કાળમાં જેટલી આપણી આસપાસ રહેતી તેટલી જ આજે અમારી આસપાસ છે. પ્રતિજ્ઞા લેવા માટે મને શોચ થતો નથી. પરંતુ મારી તો આ શ્રદ્ધા છે કે જો હું બીજી કોઈ રીતે વર્ત્યો હોત તો હાથ લીધેલા કાર્યનો મેં દ્રોહ કર્યો હોત. પ્રતિજ્ઞા લીધી તે પહેલાં હું જાણતો હતો કે તેમાં કેટલીક મોટી ખામીઓ રહી જાય છે. મીલમાલિકોના નિશ્ચય ઉપર કોઈ પણ જાતની અસર કરવા આવા પ્રકારની પ્રતિજ્ઞા લેવી એ તો તેઓ પ્રતિ અણછાજતો અન્યાય જ કરેલ કહેવાય. હું જાણતો હતો કે તેમાંથી કેટલાક સાથે તો હું મિત્રતા ભોગવવા ભાગ્યશાળી થયો છું; પરન્તુ તેને માટે હવે હું મને નાલાયક બનાવું છું, અને હું એ પણ સમજતો હતો કે આ પગલું ભરવામાં ગેરસમજુતી થવાનું જોખમ રહેલું છે. તેઓના નિર્ણય ઉપર મારા ઉપવાસની અસર થતી અટકાવી મારે માટે શક્ય ન હતી. વળી, તેઓના પરિચયથી મારી જોખમદારી વધી હતી, જે ઉપાડવા હું સમર્થ ન હતો. આવા પ્રકારની લડતમાં સામાન્યત: જે રાહત મેળવવામાં હું વાજબી ઠરૂં, તે પણ મજુરો માટે