પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧


રચતાં; તેઓમાં લડતથી કંટાળેલા અથવા ભૂખમરાનો ભય રાખનારાઓને સમજણ અને હીંમત આપતાં, દર્દીને માટે દવાદારૂની ગોઠવણ કરતાં અને રોજી મેળવવા ઈચ્છનારાઓને રોજીનાં સાધન મેળવી આપવાનો પ્રયત્ન કરતાં.

આ સવાર સાંજની મુલાકાતનું મહત્ત્વ કાંઈ જેવુંતેવું ન હતું. આખી મીલમજુરોની આલમની ‘નાડ’ આ મુલાકાતોથી પરખાતી, અને આગળ જણાવવામાં આવશે તે પ્રમાણે એ મુલાકાતને લીધે જ લડતની ‘અણી’ની દશાએ શું પગલું લેવું તે મહાત્માજીને સૂઝ્યું હતું.

(૨) સાંજ સવાર મજુરોના મુકામ ઉપર મુલાકાત ઉપરાંત, મજુરોને દિવસનો બાકીનો વખત બ્હેન અનસૂયાને ત્યાં આવીને સલાહ લેવાની છૂટ હતી. સંખ્યાબંધ મજુરો અનસૂયા બ્હેનને ત્યાં આવતા—વખતનો પણ મેળ ન હતો, લડતના આખરના દિવસોમાં તો રાત્રે એક અને બે વાગ્યા સુધી મજુરો અનસૂયા બહેનનાં બારણાં ઉઘડાવતા અને જરા પણ કચવાયા વિના તેમને સલાહ આપવામાં આવતી.

(૩) અને (૪) મજુરોના સમુદાયને સામાન્ય સલાહ આપવાને માટે સભાઓ અને સુબોધપત્રિકાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી. શાહપુર દરવાજાની બહાર સાબરમતીને કાંઠે આવેલા એક બાવળના ઝાડ તળે દરરોજ સાંજે સહુ મજુરો, કેટલાક બબ્બે ત્રણ ત્રણ અને ચચ્ચાર માઈલ દૂરથી ચાલીને આવી એકઠા થતા, અને મહાત્માજી, બ્હેન અનસૂયા, શંકરલાલ બૅંકર તથા સહાનુભૂતિ ધરાવનાર બીજાં ભાઈ બ્હેનો તેમને મળતાં.