પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪


“કેટલાક ભાઈઓ કહે છે કે આપણે ૩૫ ટકાથી વધારે માગી શકીયે છીયે. હું તો કહું છું કે તમે ૧૦૦ ટકા પણ માગી શકો છો. પણ તમે તેટલું માગવા જાઓ તો તે અન્યાય જ કહેવાય. હાલના સંજોગોમાં તમે જેટલું માગ્યું તેથી જ તમે સંતોષ માનો. તમે આથી વધુ ઈચ્છશો તો મને દર્દ થશે. કોઈ પણ જણની પાસે આપણે ગેરવાજબી માગણી નથી કરી શકતા; અને ૩૫ ટકાની માગણી જ વાજબી છે એમ મને લાગ્યું છે.”

બીજે દિવસે એ જ સંબંધે તેઓ નીચે પ્રમાણે બોલ્યા હતાઃ

“તમને સારી સલાહ અને હિંમત આપનારા થોડા મળશે; નાહિંમત કરનારા ઘણા મળશે, અને તેમાં તમારા મિત્રો પણ આવી જાય. ખુદાનું નામ લઈને જેટલું મળે તેટલું લઈ લેવું એવું કહેનારા ઘણા મળશે. આમાં મીઠાશ બહુ છે, પણ ખરી રીતે તે બહુ કડવી સલાહ છે. આપણે ખુદા સિવાય બીજા કોઈની પાસે લાચારી ભોગવવાની નથી. પૈસા ન હોય તોપણ લાચારી ભોગવવાની નથી. કારણ હાથ અને પગ આપણી સૌની પાસે છે. એ વાપરશું તો જ આપણે આપણું પોતાનું રાજ્ય ભોગવી શકવાના છીએ. આપણા માલિકોની સાથે સારી રીતે રહી શકીએ તે ખાતર પણ આપણે દૃઢ રહેવાની જરૂર છે. જે સંજોગોમાં આપણે મુકાયેલા છીએ તે સંજોગોમાં આપણે માલિકને કહેવું જોઈએ કે તમારું આટલું દબાણ અમે ખમી શકવાના નથી. મારી સલાહ લો કે બીજાની લો, તોપણ આ બાબતમાં મારી મદદ વિના કે બીજા કોઈની મદદ વિનાયે તમે જીતી શકશો. હું અને