પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫


બીજા એક લાખ જણા આવશું તોપણ તમને જીત નથી મળવાની. તમારી છતનો આધાર તમારી ઉપર રહે છે, તમારી ઈમાનદારી ઉપર રહે છે, તમારા ખુદા ઉપરના ભરોસા ઉપર રહે છે, તમારી હિંમત ઉપર રહે છે. અમે તો માત્ર તમારા ટેકારૂપ છીએ, ઉભા તમારે જ રહેવું પડશે. વગર લખાણે, વગર બાલે જે કસમ ખાધા છે તેને તમે વળગી રહેશો, અને જીત તમારી જ છે. ”

છઠ્ઠા દિવસની પત્રિકામાં તેઓને સત્ય, હિંમત, ન્યાયબુદ્ધિ, વફાદારી, સહનશીલતા અને ઈશ્વરશ્રદ્ધા-આટલા ગુણો પ્રતિજ્ઞા પાલનને અર્થે કેળવવાની જરૂર છે એમ બતાવ્યું છે. એ પત્રિકાનું વિવેચન કરતાં એઓ બોલ્યા હતા:

“આપણે પહેલાંથી હારીને બેસી ગયા હોત તો મારે તમારી પાસે આવવાનું ન હતું, અનસૂયા બ્હેનને તમારે ત્યાં આવવાપણું ન હતું, પણ તમે તો લડત માંડવાનો નિશ્ચય કર્યો. આ વાત આખા હિંદુસ્તાનમાં ફેલાઈ છે. વખત થતાં દુનીયા જાણશે કે અમદાવાદના મજુરોએ તો ખુદાને દરમ્યાન રાખીને એવા કસમ લીધા છે કે અમુક વસ્તુ ન મળે ત્યાં સુધી અમે નોકરી ઉપર ન ચઢીએ. તમારાં બાળકો ભવિષ્યમાં આ ઝાડ જોઇ કહેશે કે આ ઝાડની નીચે અમારાં માબાપોએ ખુદાને દરમ્યાન રાખીને આકરા કસમ લીધા હતા. તમે જો એ કસમ ન પાળો તો તમારાં બાળકો તમારે માટે શું ધારશે ? તમારા ઉપર તમારાં બચ્ચાંની આશા રહેલી છે. હું તમને ચેતવણી આપું છું કે ખબરદાર, કોઈ પણ મજુરે, કોઈ પણ જણ