પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭


કે કપડાં વણવાં અને પથ્થર ફોડવા અથવા લાકડાં વ્હેરવાં કે ફાડવાં, કે ખેતરમાં મજુરી કરવી એ બધા જરૂરના અને માન આપવા લાયક ધંધા છે.” પત્રિકામાંના આ જ ઉદ્‌ગારો ઉપર વિવેચન કરતાં એક એટલો જ સત્ય અને સચોટ ઉદ્‌ગાર મહાત્માજીએ કાઢેલો તે અહીં નોંધવા યોગ્ય છેઃ “પત્થર ફોડવામાં જે ગરમી અને તાકાત આવે છે તે કલમ પકડવામાં નથી આવી શકતી.”

મજુરોને સામાન્ય વર્તન બાબતની આટલી સૂચનાઓ આપ્યા પછી તેઓની પોતાના સલાહકારોમાં શ્રદ્ધા અચલ રહે તે માટે ૮મા દિવસની પત્રિકા ઘડવામાં આવી છે. આ પત્રિકામાં અમુક શરતે સલાહકારો, મજુરો માટે શું શું કરવાને બંધાયેલા છે તે બાબત વચનો છે. એ ‘પ્રતિજ્ઞા લેખ’ મજુરોને અર્પણ કર્યા પહેલાં મહાત્માજી બોલ્યા હતાઃ “અત્યાર સુધી અમે મજુરોની પ્રતિજ્ઞા અને મજુરોએ શું કર્યું તે ઉપર વિવેચન કર્યું. અમારી શી પ્રતિજ્ઞા છે, અને અમે શું કરવાના છીએ તે હવે અમારે તમને લખી આપવાનું રહે છે. અમારી પાસેથી તમારે શી આશા રાખવાની છે, ઈશ્વરને દરમિયાન રાખીને શી શી વાત કરીએ છીએ તે અમે તમને કહીશું. જ્યારે જ્યારે અમને ભૂલો કરતા તમે જોશો અથવા પ્રતિજ્ઞા પાળવામાં કચાશ રાખતા જોશો ત્યારે ત્યારે તમે અમારાં વચનો અમારી સમક્ષ મુકી શકશો અને અમને ઠપકો આપી શકશે.” આ પત્રિકામાં આપણું ખાસ લક્ષ ખેંચતા ઉદ્‌ગારો આ છે. “અમે માલિકનું બૂરૂં કરી કે ઈચ્છી ન શકીએ અને અમારા દરેક કાર્યમાં તેઓના હિતનો