પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮


વિચાર રહે જ છે. માલિકોનું હિત જાળવીને અમે મજુરોનું હિત સાધીએ.” આ લડત માલિકોને કનડગત કરવાની નથી, પણ પોતાનું હિત સાધતાં તેમનું પણ હિત સાધવાની છે, એ આવા જે જે પ્રસંગ મળ્યા છે તે તે પ્રસંગોએ મજુરોને હસાવવાની મહાત્માજીએ તક લીધી છે. આ પ્રતિજ્ઞા લેખમાં રહેલી પ્રત્યેક પ્રતિજ્ઞા અક્ષરશઃ પળાઈ હતી એ આપણે આગળ જોઈશું, અને ત્યારે આપણને જણાશે કે તેમાંની નીચેની પ્રતિજ્ઞા તો ઇતિહાસમાં કદિ ભૂલાવાની નથીઃ “આ લડતમાં જેઓ ભૂખે મરવાની સ્થિતિમાં આવી જશે ને જેઓને કાંઈ કામ મળી નહિ શકે તેવાઓને ઓઢાડવા પછી અમે ઓઢીશું, તેઓને ખવડાવીને અમે ખાઈશું.”

આ પછી પત્રિકાઓનું સ્વરૂપ બદલાય છે. અત્યાર સુધી એમ લાગતું હતું કે મીલમાલિકો થોડા દિવસ મજુરોની કસોટી કાઢીને તેમને માગ્યા ભાવે નોકરી ઉપર લઈ લેશે, એટલે મજુરો જે બીજી મજુરી માગવા આવતા હતા તેમને પણ ખામોશ પકડવાની સૂચના કરવામાં આવતી હતી, સમજાવવામાં આવતું હતું. આવી રીતની અધીરાઈથી એમ મનાશે કે મજુર મીલમાલિકોની નોકરી કદિ પણ સ્વીકારવા માગતા જ નથી, અને તેથી માલિકોનો તેમણે દ્વેષ કર્યો કહેવાશે. મજુરી પણ બિચારા ખામોશ પકડીને બેઠા હતા, અને શાન્તિ રાખવાની સૂચના શબ્દેશબ્દ પાળતા હતા. એવે સમયે એવું જણાવા લાગ્યું કે મીલમાલિકો પોતાની ૩૫ ટકા આપવાની અશક્તિને લીધે નહિ, પણ