પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯


કેવળ હઠને લઇને મજુરોની માગણી નથી સ્વીકારતા. મજુરો આ વખતે ફાવશે તો હમેશને માટે તેઓ ત્રાસ આપતા થઈ જશે, અને તેમના સલાહકારોનું સાલ હમેશને માટે પસશે. આ વિચારને લઈને તેઓએ આ હઠ ધરી હતી. આ હઠમાં રહેલા ભય અથવા ભ્રમનું નિરસન નવમા દિવસની પ્રતિજ્ઞામાં બહુ સુંદર રીતે કરવામાં આવ્યું છે. “માલિકોને ડર છે કે મજુરોને માગ્યું આપવાથી મજુરા ઉદ્ધત બને. આ ડર પાયા વિનાનો છે. મજુરો કદાચ આજે દબાય તો પણ પોતાનો લાગ શોધી ઉદ્ધત બને એ અસંભવિત નથી. દબાયલા મજુરો વેરભાવ રાખે એવો પણ સંભવ છે. દુનીયાની તવારીખ બતાવે છે કે મજુરો જ્યાં જ્યાં દબાયા છે ત્યાં ત્યાં તેઓ સામે થયા છે. માલિકો એમ માને છે કે મજુરોની માગણી સ્વીકાર્યાથી તેઓના સલાહકારની અસર તેઓના ઉપર વધશે. જે સલાહકારોની દલીલ સાચી હશે, તેઓ મહેનતુ હશે, તો મજુરો હારે કે જીતે છતાં સલાહકારોને તેઓ છોડવાના નથી. અને વધારે ધ્યાનમાં રાખવાનું તો એ છે કે સલાહકારો મજુરોનો ત્યાગ કરવાના નથી. જેઓએ સેવા ધર્મ સ્વીકાર્યો છે તેઓ તે ધર્મ સ્વામીની ઇતરાજી થતાં પણ છોડવાના નથી. જેમ તે નિરાશ થશે તેમ સેવામાં તે વધારે પરાયણ થશે. એટલે ગમે તે પ્રયાસો કરે તોપણ માલિકો સલાહકારોને મજુરોના સહવાસમાંથી દૂર નહિ કરી શકે.” સલાહકારો અને મજુરો વચ્ચેના ચિરસ્થાયી સંબંધની આ પ્રમાણે માલિકોને ચેતવણી આપીને મહાત્માજી હવે પછીની પત્રિકામાં