પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪


“સંચાઓને તમે ‘ખાલી ખોખાં’ કહીને હાંસી કરો છે તે વાજબી નથી, એ સ્થૂલ સંચાએ તમારું કાંઈ બગાડ્યું નથી. એમાંથી જ તમને એક વાર રોજી મળતી હતી. આપણા કવિઓને હું કહીશ કે આપણે કડવા ઉદ્‌ગાર નથી કાઢવાના, આપણે શેઠીયાઓ ઉપર કોઈ આક્ષેપ નથી કરવાના. શેઠીયાઓ આપણા વડે મોટરમાં મ્હાલે છે તે કહેવાથી કાંઈ વળતું નથી. એ કહેવામાં આપણી કિંમત ચાલી જાય છે. હું તો કહું છું કે બાદશાહ જ્યૉર્જ પણ આપણે પ્રતાપે રાજ્ય ચલાવે છે. પણ તેમ કહેવામાં આપણી કિંમત રહેતી નથી. અમુક માણસ નઠારા છે એમ કહેવાથી આપણે સારા નથી ઠરવાના. જે માણસ બુરૂં કરે છે તેને જોનાર ઉપર બેઠેલો છે. તે તેને સજા આપે છે; આપણે કોણ ન્યાય આપનારા ? આપણે તો એટલું જ કહીએ કે તેઓ ૩૫ ટકા નથી આપતા એ જ તેમની ભૂલ છે.”

એક દિશામાં જ્યારે આ પ્રવાહ ચાલી રહ્યો હતો ત્યારે બીજી દિશામાંથી એ પ્રવાહને રોકવા માટે પણ તૈયારીઓ કમી નહોતી થતી. બહુ વિગતમાં ઉતર્યા વિના એટલું જ કહીશું કે મજુરોને બગાવવાની, ફોસલાવવાની, અનેક તજવીજ માલિકોના પક્ષ તરફથી થતી હતી. મજુરોમાં જે લોકોની ઉપર આ દબાણની તાત્કાલિક અસર થતી તેઓ પણ પોતાના મનનો ગુંચવારો દૂર કરવા આવ્યા વિના તો અવિચાર્યું પગલું ન ભરતા. આ લોકોને વધારે અડગ બનાવવા માટે બારમા દિવસની પત્રિકામાં સત્યાગ્રહીઓના કેટલાક આધુનિક દાખલાઓ મહાત્માજીએ વર્ણવ્યા છે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહની લડત કદિ ન