પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦


મીલમાલિકોએ લૉક આઉટ કાયમ રાખેલો હતો એટલે મજુરો કોઈ પણ રીતે કામે ચઢી શકતા ન હતા ૧૨મી તારીખથી લૉક આઉટ રદ થયો, અને ૨૦ ટકા વધારો લઈને આવનારા મજુરો માટે મીલો ખુલ્લી છે એમ કહેવામાં આવ્યું. મહાત્માજીએ તે દિવસથી દર સ્હવારે સભાઓ ભરવાનું ઠેરવ્યું. એટલા જ કારણથી કે સવારનો વખત કામે ચઢવાનો હોઈ નબળા મનના અને અણસમજુ મજુરો ખોટી સલાહથી ભોળવાઈ કામ ઉપર ન ચઢે. લૉક આઉટ બંધ થઇને મીલમજૂરોની હડતાળ જે દિવસથી શરૂ થઇ તે દિવસની પત્રિકામાં મજુરોને જેવો બોધ છે તેવી માલિકોને પણ સ્પષ્ટ શબ્દોમાં સૂચના છે: “મજુરોને ચઢવાનો પોતાના વચનને વળગી રહેવા સિવાય બીજો ઇલાજ છે જ નહિ; અને અમારી તો ખાતરી છે કે આજે તો મીલમાલિકોની ઉન્નતિ પણ મજુરોના કસમ પાળવામાં રહેલી છે. જેઓ પોતાના કસમ નહિ પાળી શકે તેવા માણસો પાસેથી મજુરી લઇને છેવટે તો માલિકો પણ ફાયદો નથી ઉઠાવવાના. ધાર્મિક વૃત્તિવાળા માણસ બીજાની પ્રતિજ્ઞા તોડાવવામાં કદિ રાજી થાય નહિ, કદિ ભાગ લે નહિ.” જેમ મજુરોને કામ પર લેવાના સર્વ પ્રયત્નો સામા પક્ષ તરફથી થવા માંડ્યા તેવા મજુરોના પક્ષોથી મજુરોને ટકાવી રાખવાના પણ પ્રયત્નો થવા માંડ્યા. મજુરોમાંના કેટલાક અતિ ઉત્સાહીઓ નબળાઓની ઉપર કાંઈક દબાણ ચલાવીને પણ તેમને કામ ઉપર ચંઢતાં રોકે છે એવી ફરીયાદ મહાત્માજીને કાને આવી. મહાત્માજી આ તો સાંખી શકે એમ હતું જ નહિ. તેઓ કહેતા જ