પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨


મેળવતા હતા. પણ કેટલાક ખોટ્ટા પણ હતા. તેવાઓને મન માં એમ થયા કરતું કે, ‘આપણે નકામા તણાઇયે છીયે. પ્રતિજ્ઞાથી કશું વળવાનું નથી. પ્રતિજ્ઞાઓ તો ખોટાં હવાતીયાં છે. ભૂખમરો આવ્યો છે, મજુરી થતી નથી, મફતની સલાહ આપનારને કાંઈ દુ:ખ છે ? દુ:ખ આપણને છે.’ પેલી તરફ મીલમાલિકો પોતાનાં હૈયાં વજ્ર જેવાં કરવા લાગ્યા હતા. ૩૫ ટકા ન જ આપવા એવી હઠમાં તેઓ વધારે દૃઢ થતા જતા હતા, અને મજુરોનો નિશ્ચય તોડવાને માટે પોતાનાં માણસો રાખ્યાં હતાં. આમ બાવીસ દિવસ વીતી ગયા હતા. ભૂખમરા અને મીલમાલિકોના જાસુસો પોતાનું કામ કર્યે જતાં હતાં, અને શયતાન તેમનાં કાનમાં ગગણતો હતો કે ‘દુનીયા ઉપર ગરીબનો બેલી ઈશ્વર જેવું કાંઈ નથી અને પ્રતિજ્ઞાઓ તે ન ફાવતાંનાં મનામણાં છે’ એક દિવસ ભાઈ છગનલાલ, જુગલદાસની ચાલીમાં રહેનારા મજુરોને સવારની સભામાં આવવાની વિનંતિ કરતા હતા તેમને આવા જ કાંઈક ઉદ્‌ગારોથી કેટલાક મજુરોએ વધાવી લીધાઃ “ગાંધીજી અને અનસૂયા બહેનને શું છે ? તેઓને મોટરમાં આવવાનું, અને મોટરમાં જવાનું. ખાસું ખાવાપીવાનું, પણ અમારા તો જીવ જાય છે, સભામાં આવ્યે કાંઈ ભૂખમરો ટળતો નથી.” આ વચનો મહાત્માજીને કાને ગયા. મહાત્માજીને કોઈ ટીકા કરે તે ન લાગે, કોઈ નિંદા કરે તે ન લાગે, પણ ખરી સ્થિતિસૂચક આ કડવા ઉદ્‌ગારોએ મહાત્માજીનું હૈયું વીંધાઈ ગયું. બીજે દિવસે સવારે સભામાં ગયા. સવારે તેમણે શું જોયું ? અથવા તેમના અગાઉથી દુ:ખી થઈ રહેલા હૃદયે અને તેમની કરુણાદ્ર દૃષ્ટિએ શું