પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫


અસર થઈ. મજુરોનો ઉત્સાહ અને ઉમંગ તો માતો નહોતો. જે લોકો કરગરતા અને ફરીયાદ કરતા મજુરીએ આવતા હતા, જે લોકો આવીને કામમાં બહુ આળસ કરતા હતા, તે લોકો હમેશ કરતાં બમણું કામ બમણા તેજથી કરવા લાગ્યા.

એક બાજુએ જ્યારે આ ભાગ ભજવાઈ રહ્યો હતો, ત્યારે બીજી બાજુએ મહાત્માજીની સમક્ષ સેંકડો મજુરો, જુગલદાસની ચાલીવાળાઓ જેમણે મહાત્માજીને મહેણું માર્યું હતું તેમને લઈને પોતાનો પશ્ચાત્તાપ જાહેર કરવા તથા મહાત્માજીની પ્રતિજ્ઞા છોડવવા મથી રહ્યા હતા. મહિનાના મહિના હડતાળ ચાલે તોયે અમે ના પડીએ. મીલ તજીને ગમે તે ધંધો કરીશું, મજુરી કરીશું, ભીખ માગીશું, પણ પ્રતિજ્ઞા નહિ તોડીએ એવી બધા ખાતરી આપવા લાગ્યા. કેટલાકની તે લાગણી એટલી બધી ઉશ્કેરાયેલી હતી કે તેઓએ મહાત્માજીને કહી દીધું કે અનસૂયા બ્હેન, જેમણે પણ તે જ સભામાં નિરાહાર રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી તેઓ, જો પ્રતિજ્ઞા પાછી ન ખેંચે તો અમે કાંઈ નવુંજૂનું કરશું. એક જણ તો પોતાની કેડમાં જમૈયો ખોસીને આવેલો હતા. તેણે આત્મહત્યા કરવાની ધમકી આપી. આ મધુરી કરુણાજનક તકરાર એટલી તો લંબાઇ કે અનસૂયા બ્હેનને તો આહાર લેવાનું કબૂલ કરવાની ફરજ પડી.

સાંજે પાંચ વાગે મજુરોની સભા બોલાવવામાં આવી હતી. આજની પત્રિકા ‘મજુરી’ વિષે હતી. મજુરીના મહત્ત્વ વિષે મજુરીની પવિત્રતા વિષે આટલું સરળ અને સોસરું હૃદયમાં પહોંચી જાય એવું ગુજરાતી ભાષામાં આ પ્રથમ જ લખાણ છે. ‘મજુર મજુરી ન કરે તે તો