પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
 


પ્રતિજ્ઞાઓ તેને ટકાવી રાખી શકે એ તો મહાત્માજીનો એક સિદ્ધાન્ત છે, અને એ સિદ્ધાન્ત દક્ષિણ આફ્રિકામાં એમણે ઘણીવાર અમલમાં મુકેલો. અહીંના લોકોને એ કેવળ નવો જ પ્રયોગ લાગ્યો. ગાંધીજી અવિવેક ન કરે એવું માનનાર કેટલાકની જીજ્ઞાસા ઉલટી. એવું ન માનનારા કેટલાક એમ પણ માનવા લાગ્યા હતા કે ગાંધીજીએ અકળાઇને મીલમાલિકોને દબાવવા ફિતુર કર્યું છે. પ્રો. આનંદશંકર ધ્રુવે પહેલે જ દિવસે આવીને પ્રશ્ન પૂછેલોઃ “આ ઉગ્ર નિશ્ચય કર્યો છે તે આખા જીવનમાં વણાયેલા સૂત્રને અનુસરીને જ થયો હશે એમ હું જાણું છું, પણ તે શા માટે થયો છે તે જાણવા ઈચ્છું છું.’ આ પછી ‘પ્રતિજ્ઞા’ના આધ્યાત્મિક રહસ્ય ઉપર જે ચર્ચા ચાલી તેમાં અહીં ઉતરવાના ઇરાદો નથી.

અહીં એટલું જ કહેવું બસ થશે કે આખી ચર્ચા દરમ્યાન છે. આનંદશંકરનું કહેવું એવું હતું કે આવી પ્રતિજ્ઞાથી ઘડીકવાર મનુષ્યનું બાહ્ય વર્તન બદલાય, પણ મનુષ્યનું અંતર બદલાતું નથી. ગાંધીજી સમજાવવા ખૂબ મથતા હતા, પણ પ્રો. આનંદશંકરની ખાતરી નહોતી થતી જણાતી. મીલમજુરોનો પ્રશ્ન જે અત્યાર સુધી સંકુચિત હતો તે હવે વિસ્તૃત થયો. તેમાં ગાંધીજીએ ભીષણ પ્રતિજ્ઞા લીધેલી હોઈ અત્યાર સુધી જે ગૃહસ્થો તટસ્થ હતા તેઓને પણ પોતાનું તાટસ્થ્ય તજવું પડ્યું. પ્રો. આનંદશંકરનો સંબંધ આ બાબતમાં આવી રીતે શરૂ થયો, બહારના — હિંદુસ્તાનના જુદા જુદા ભાગના — લોકનેતાઓને પણ બહુ