પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧

 ચિંતા થવા લાગી, અને કેમે કરી આ તકરારનો નિવેડો આવે તો સારું એમ સૌને થવા લાગ્યું.

મીલમાલિકોને પણ કાંઈ અસર થઈ ન હતી એમ નહિ. અલબત્ત, ઘણાક એમ માનતા કે ગાંધીજીનું માલિકોને દબાવવા માટે આ એક ફિતુર અથવા ત્રાગું છે. પણ રા. અંબાલાલભાઈ, જેઓએ અત્યાર સુધી પોતાના કડક આગ્રહથી પોતાના માલિક-ભાઈઓને ટકાવી રાખ્યા હતા, તેમના હૈયાને આ બીનાથી સખ્ત આઘાત પહોંચ્યો. તેઓ કલાકના કલાક આવીને મહાત્માજી પાસે બેસવા લાગ્યા, પ્રતિજ્ઞા છોડવાને વિનવવા લાગ્યા. ત્રીજે દહાડે તો એમની સાથે ઘણા મીલમાલિકો ભળ્યા. સૌ ગાંધીજીના ઉપવાસ છોડાવવાને માટે આગ્રહી હતા, પણ મજુરોની પ્રતિજ્ઞા જળવાવવાને તેટલા ન હતા. પ્રતિજ્ઞાની આડકતરી અસર મીલમાલિકોને દબાવવાની થશે એ બાબત ગાંધીજીનું દુર્લક્ષ થયું ન હતું. વારંવાર તેઓ આ બાબત માલિકોને સમજાવવા લાગ્યા. પોતાના દરેક ભાષણમાં તેમણે સ્પષ્ટ કરીને કહ્યું કે પ્રતિજ્ઞા માલિકો ઉપર થતા દબાણને લીધે દૂષિત થાય છે છતાં તેનો મૂળ હેતુ તો મજુરોની પ્રતિજ્ઞાને પોતે કેટલું મહત્ત્વ આપે છે તે મજુરોને બતાવવાનો અને તેમ કરી તેમને ટકાવી રાખવાની જ છે.

ઘણાક મીલમાલિકો ગાંધીજીને કહેતા હતા કેઃ ‘આ વખતે તમારી ખાતર અમે મજુરને ૩૫ ટકા આપીએ.’ ગાંધીજી ચોખ્ખી ના પાડીને કહેતા કે: ‘મારી દયાની ખાતર નહિ, પણ મજુરની પ્રતિજ્ઞાને માન આપીને, તેઓને ન્યાય આપવાની ખાતર ૩૫ ટકા આપો.’ ઉપવાસની પ્રતિજ્ઞાની ત્રીજી સાંજે તેઓ બોલ્યા હતાઃ ‘મીલમાલિકોએ આવીને