પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩
 


માગણી તો બહુ ભારેપડતી હતી. અન્યાય, અનીતિ અને અત્યાચારને પ્રસંગે અંતરની પ્રેરણાથી ઝુઝનાર ગાંધીજી આમ મજુરોની સેવાનાં દ્વાર સદા માટે બંધ થવા દે એ તો બની શકે એમ જ ન હતું. એટલે સેવાવૃત્તિને સદા શીકે મુકવાની કબૂલત આપી, મજુરી માટે ૩૫ ટકા લેવાની અને ઉપવાસ છોડવાની વાત ન બની. ત્યાર પછી બીજી રીતે વાટાઘાટ થવા માંડી. ‘કેમે કરીને મીલમાલિકોનો આગ્રહ પણ સિદ્ધાન્ત તરીકે કબૂલ થવો જ જોઈએ. તમારી પ્રતિજ્ઞા છે તેવી જ મીલમાલિકોની પ્રતિજ્ઞા છે.’ આ દલીલ રજુ થઇ. ‘હું મારી રૈયતને ખૂબ કરો નાંખી, તેમની દાદ કદિ ન સાંભળી કનેડીશ એવી પ્રતિજ્ઞા રાજા કદિ કરી શકતો હશે ?’ એમ પ્રતિપ્રશ્નથી માલિકોની દલીલની અયથાર્થતા ગાંધીજીએ બતાવી આપી. છતાં આ બધી તકરાર દરમ્યાન, પોતાના ઉપવાસથી માલિકો ઉપર દબાણ થાય છે એ વાત ગાંધીજીના મનમાંથી નહોતી ખસતી. એટલે માલિકોની પ્રતિજ્ઞા જાળવવાનો કૃત્રિમ ઉપાય સ્વીકારવા પણ તેઓ તૈયાર થયા. લડતની પહેલાં બંને પક્ષ વચ્ચે જે પંચનું તત્ત્વ સ્વીકારાયેલું હતું તે પંચનું તત્ત્વ હજી પણ ગાંધીજીને તો કબૂલ જ હતું. “મજુરોની પ્રતિજ્ઞાનો અક્ષર જળવાય તો પછી પંચ કહે તે મજુરો કબૂલ રાખશે’ એમ ગાંધીજીએ સ્વીકારી લીધું. આથી સમાધાનને મ્હોટો રસ્તો નીકળ્યો. પરિણામે, મજુરોની પ્રતિજ્ઞા જાળવવા પહેલે દિવસે ૩૫ ટકા વધારો માલિકોની પ્રતિજ્ઞા જાળવવા બીજે દિવસે ૨૦ ટકા વધારો અને ત્રીજે દિવસે મજુર અને માલિકોએ નીમેલા પંચ ઠરાવે તેટલા ટકા વધારો, આવી