પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦


લડત પહેલાં લેવાયેલા ગાંધીજીના અનશન વ્રત સંબંધે અને લડત પછી થયેલી સમાધાની સંબંધે અનેક ટીકા થઈ છે. એ ટીકાના ઔચિત્ય–અનૌચિત્યમાં ઉતરવાનો અહીં ઈરાદો નથી. ગાંધીજીએ પોતે એ બંને બાબત પોતાના આત્માની કેવી આકરી પરીક્ષા કીધી છે તે આ ટીકા કરનારાઓને જણાવી લેવું અસ્થાને નહિ ગણાય. સમાધાનીને આગલે દિવસે સમાધાનીની શરતો સંબંધે રા. અંબાલાલભાઈને પત્ર લખતાં એઓએ જણાવ્યું હતું: ‘મને જમાડવાની ઇચ્છા કરતાં આપની ન્યાયવૃત્તિને વધારે માન આપજો. મારા ઉપવાસ મને અત્યાનંદ આપે છે, એટલે સ્નેહીઓએ દુઃખ ભોગવવાનું કારણ નથી. મજુરોને ન્યાયથી મળશે તે વધારે પચશે–વધારે નભશે. સાધારણ મનુષ્યને ચોખવટ વધારે રુચિકર હોય છે. ૩૫ ટકા, ૨૦ ટકા અને પંચ એ મૂર્ખતા, ધર્મ અને ગર્વ સાચવવા આપણે કહી શકીએ, સાંખી શકીએ. મજુરો તેને પ્રપંચ માને, કેમકે તેઓ સરળ છે. તેથી મને બીજો કોઈ રસ્તો મળે તો વધારે ઠીક જણાય છે. ઉપલું કુબૂલ રખાવવા ધારશો તો હું તે કબૂલ રાખીશ પણ ઉતાવળ નહિ કરવા દઉં. પંચ મળીને હમણાં જ નિકાલ લાવીએ અને તે જ ભાવ જાહેર કરીએ; એટલે પહેલે દહાડે ૩૫, બીજે દહાડે ૨૦ અને ત્રીજે દહાડે પંચ ઠરાવે તે. આમાંયે મૂર્ખતા તો છે, પણ ચોખવટ છે. ત્રીજા દહાડાના આંકડા આજથી જ જણાવવા.’

સમાધાનીને દિવસે સવારે આપેલા ભાષણમાં આ જ બાબત બોલતાં એઓએ કહ્યું હતું: ‘હું જે તમારે માટે