પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨


હોય ત્યારે તેની પાસેથી કંઇ લખાવી લેવું, તેની પાસે કંઇ શરત કરાવવી કે તેની પાસેથી કંઇ લેવું એ ન્યાયવિરુદ્ધ છે. સત્યાગ્રહી કદિ તેમ કરે જ નહિ, અને તેથી મારે આ બાબતમાં નમતું મુકવું પડ્યું છે. શરમમાં પડેલો માણસ શું કરી શકે ? હું થોડી થોડી માગણી કરતો ગયો તેમાંથી તેમણે ખુશીથી જેટલી સ્વીકારી તેટલી જ મારે લેવી પડી. હું પુરેપુરી માગણી કરૂં તો તેઓ પુરેપુરી સ્વીકારે, પરંતુ તેમને આવી સ્થિતિમાં મુકીને તેમની પાસેથી હું તે ન જ લઈ શકું. એ તો મારે ઉપવાસ તેાડી નરકનુ ભોજન કરવા બરોબર થાય, અને અમૃતનુ પણ યથાકાળે ભોજન કરનારો હું તે નરકનું ભોજન કેમ કરી શકું ? આ પછી કંઇ વધુ ખુલાસાની જરૂર રહે છે ખરી ? કે કોઇ ટીકાને અવકાશ રહે છે ખરો ? છતાં જેમને ન ખબર હાય તેમની માહીતીની ખાતર કહેવાની જરૂર છે કે પંચ ઠરાવે તેટલો વધારો સ્વીકારી લેવામાં પ્રતિજ્ઞાનોને લેશ માત્ર ત્યાગ થયો નથી, કારણ સમાધાની પહેલાં, લડત દરમીયાન પણ, મજુરપક્ષ તરફથી તો પંચની જ માગણી કરવામાં આવી હતી અને તે માગણી સ્વીકારવાને મીલમાલિકાએ તૈયારી બતાવી ન હતી. પંચનું તત્ત્વ સ્વીકારાય તો મજુરપક્ષને પોતાને સ્વતંત્ર આગ્રહ હતો જ નહિ અને સમાધાનીમાં પંચનું તત્ત્વ મળી રહ્યું. * [૧]


  1. *આ બાબત છેલ્લી પત્રિકામાં સરસ રીતે બતાવવામાં આવી છે. જોકે મજુરોની દૃષ્ટિ સમીપ ૩૫ ટકા વધારો કે પંચના તત્ત્વનો સ્વીકાર, એમ બે ધ્યેયો હતાં એ માનવું તેા જરા કઠણ છે.