પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



આ લૉક–આઉટ તા. ૨૨મી ફેબ્રુઆરીને દિવસે શરૂ થયો. ત્યારથી સાળખાતાંનાં માણસો કામ વિનાનાં થઈ પડ્યાં છે. જ્યારે મીલમાલિકોએ મરકીને લીધે જે વધારો આપવામાં આવતો હતો તે બંધ કરવાની નોટિસ કાઢી અને તે સંબધમાં ગેરસમજો થઈ ત્યારે માલિકો અને મજુરો વચ્ચેની તકરારનો ફડચો પંચથી લાવવાનો મત માલિકો તરફથી જાહેર પડેલો અને મજુરો તરફથી એ જ સ્થિતિ હશે એમ માની લેવામાં આવ્યું હતું. છેવટે મીલમાલિકાએ તા. ૧૪–૨–૧૮ ના રોજ મરકીના વધારાની અવેજીમાં મોંઘવારીને લીધે કેટલો વધારો કરવો વાજબી છે એ ચુકાદો કરવા પંચ નીમવાનો ઠરાવ કર્યો, અને પંચ તરીકે મહાત્મા ગાંધીજી, રા. શંકરલાલ બૅંકર તથા રા. વલ્લભભાઈ પટેલ મજુરો તરફથી, શેઠ અબાલાલ સારાભાઈ, શેઠ જગાભાઈ દલપતભાઈ અને શેઠ ચંદુલાલ મીલમાલિકો તરફથી અને પ્રમુખ તરીકે કલેક્ટર સાહેબ નીમાયા. ત્યાર પછી કેટલીક મીલમાં ગેરસમજથી મજુરોએ હડતાલ પાડી. એ તેઓની ભુલ હતી. ભુલ સુધારવા મજુરો તૈયાર પણ થયા. છતાં માલિકોએ વિચાર્યું, કે મજુરોએ પંચના ઠરાવ પહેલાં હડતાલ પાડી એ ખોટું કર્યું, અને તેથી તે પંચનો ઠરાવ રદ કરી શકે છે, અને એ ઠરાવ રદ કર્યો. અને તેની સાથે એવો ઠરાવ કર્યો કે મજુરોને તેઓના ચઢેલા પગાર ચુકવી આપવા અને ૨૦ ટકાના વધારાથી સંતોષ ન પામે તો મજુરોને રજા આપવી. વીવરોને સંતોષ ન થયો તેથી