પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨

મળવાના છે, અને ન પણ મળે. આપણી લડતમાં જે વધારો માગેલો છે એ ન્યાયસર છે, તેથી આપણે વિશ્વાસ રાખવો જ જોઇએ કે વ્હેલો કે મોડો આપણને ઇન્સાફ મળશે જ.

૪ આપણે માલિકની ઉપર કોઇપણ પ્રકારનો ગુસ્સો ન કરવો ઘટે, અને તેની ઉપર વેરભાવ પણ નહિ રાખવો જોઇએ. આપણે છેવટે તેમને ત્યાં જ નોકરી કરવી છે. ઇનસાન માત્ર ભૂલને પાત્ર છે. આપણી એવી માન્યતા છે કે માગેલો વધારો નથી આપતા તેમાં માલિકો ભુલ કરે છે. પણ આપણે છેવટ સુધી સીધા રહીશું તો માલિકો પોતાની ભુલ જરૂર સુધારી લેશે. અત્યારે તો તેઓને રોષ આવ્યો છે. તેઓને વહેમ પણ પડ્યો છે કે જે આજે મજુરોની માગણી કબુલ રાખીએ તો તેઓ હમેશાંને સારૂ પજવશે. આ વહેમ દૂર કરવા સારૂ આપણે જેટલી બને તેટલી ખાતરી માલિકોને આપણા કાર્યથી આપવી ઘટે છે. એવાં કાર્યમાં પહેલું કાર્ય તો એ છે કે આપણે તેની ઉપર વેરભાવ નહિ રાખવો.

૫ આવી જંગી લડતમાં દુઃખ ભોગવવું પડશે જ, એ દરેક મજુરે ગોખી રાખવું જોઇએ. પણ જાણી જોઈને ભોગવેલા દુ:ખની પાછળ હમેશાં સુખ મળે છે. આપણને રોટલા પુરતું ન મળે એ દુઃખ છે. પણ આપણી અજ્ઞાનતાને લીધે આપણે તે ભોગવીએ છીએ, અને જેમતેમ જીંદગી ગુજારીએ છીએ. આવું દુ:ખ મટાડવાને ખાતર આપણે એ ઉપાય લીધો છે કે માલિકોને અરજી કરી દીધી કે આપણે માગેલા વધારા વિના આપણું પેટ ન ભરી શકાય