પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૩


અને હમેશાંનો ભૂખમરો દૂર કરવા સારૂ જો માગ્યો વધારો ન મળે તો આજે જ આપણે જાણીજોઇને ભુખનું દુઃખ સહન કરી લેવું. ક્યાં સુધી માલિકો આપણી ઉપર દયા લાવ્યા વિના રહેશે ?

૬ છેવટમાં ગરીબોનો બેલી ખુદા અથવા ઇશ્વર છે. તદબીર કરવી એ આપણું કામ છે. અને આપણા તકદીર પ્રમાણે આપણને જરૂર મળી રહેશે, એવું સમજી, ઇશ્વરની ઉપર ભરાસો રાખીને ચુસ્તપણે અડગ રહીને જ્યાં સુધી આપણી અરજી કબુલ નથી થઈ ત્યાં સુધી આપણે શાંતિ ભોગવવી ઘટે છે.

ઉપર પ્રમાણે ચાલનાર મજુરને પોતાના કસમ પાળવામાં કદિ હરકત આવનારી નથી.

લૉક-આઉટ ચાલે છે ત્યાં સુધી મજુરોએ દિવસ કેમ ગુજારવા એનો વિચાર આવતી કાલની પત્રિકામાં આપણે કરીશું.